-
ઉધના માંથી ઝડપાયો ગાંજાનો જથ્થો
-
પોલીસે બે આરોપીની કરી ધરપકડ
-
ઓરિસ્સા માંથી લાવામાં આવ્યો હતો ગાંજો
-
14.60 કિલો ગાંજો પોલીસે કર્યો જપ્ત
-
બે આરોપીની ધરપકડ અને બે આરોપી વોન્ટેડ જાહેર
સુરતના ઉધના રેલવે સ્ટેશન પાસેથી પોલીસે બે આરોપીઓની ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી હતી.અને 14.60 કિલો ગાંજો પોલીસે જપ્ત કર્યો હતો. સુરતના ઉધના રેલવે સ્ટેશનના પાર્કિંગમાં બે અજાણ્યા ઈસમોની શંકાસ્પદ હરકતોને કારણે ઉધના પોલીસે બંનેની પૂછપરછ કરી હતી,અને આખરે પોલીસની શંકા હકીકતમાં પરિણમી હતી,પોલીસને આ પરપ્રાંતીઓ પાસેથી 14 કિલો 60 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસની સઘન તપાસમાં આરોપીઓ ગાંજાનો જથ્થો ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું,અને સુરતમાં આ ગાંજાનો જથ્થો બાબુલા અને કાલુ નામના ઇસમને આપવાનો હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.
પોલીસે હાલમાં બે આરોપી મીદુ લોકનાથ પાત્રા અને રબિન્દ્ર નારાસિંહ પાત્રા વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.અને 14 કિલો 60 ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 1 લાખ 46 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.