સુરત : કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે દેશવાસીઓને નૂતન વર્ષ નિમિત્તે પાઠવી શુભેચ્છા

સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે તેઓએ દેશવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

New Update
  • કેન્દ્રીય મંત્રી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ

  • જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ દ્વારા આયોજન

  • મંત્રી પાટીલે આ અવસરે પ્રજાજોગ સંબોધન કર્યું

  • દેશવાસીઓને નૂતન વર્ષની પાઠવી શુભેચ્છા

  • પ્રધાનમંત્રીની દૂરંદેશીની કરી પ્રશંસા

સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે તેઓએ દેશવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

સુરત ખાતે નૂતન વર્ષ નિમિત્તે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને આજે સવારે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરોનેતાઓ અને પ્રજાજનોએ તેમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. મંત્રી પાટીલે આ અવસરે પ્રજાજોગ સંબોધન કરીને સૌ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશની વર્તમાન સ્થિતિ પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો.

મંત્રી સી.આર. પાટીલે પોતાના સંબોધનની શરૂઆત નૂતન વર્ષની શુભકામનાઓ સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આજે નવું વર્ષ શરૂ થાય છે. આ ક્ષણની રાહ માત્ર ગુજરાતમાં નહીંપરંતુ આખા દેશમાં લોકો જોતા હોય છે. આ દિવસ એક નવી ઊર્જા સાથે આગળ વધવા માટેનો છે અને આપ સૌ કાગડોળે આ દિવસની રાહ જોતા હોવ છો." તેમણે આશા વ્યક્ત કરી હતી કે, "આ નવું વર્ષ દેશવાસીઓ માટે નવી ઉમંગ લઈને આવ્યું છે.વધુમાં મંત્રી પાટીલે પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીની પ્રશંસા કરી હતી અને 'વોકલ ફોર લોકલમંત્રની સફળતા પર ભાર મૂક્યો હતો.

Latest Stories