સુરત: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની લીધી મુલાકાત

સુરતના કિમ ખાતે કાર્યરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી

New Update
Advertisment
  • સુરતની મુલાકાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

  • અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે બુલેટ ટ્રેન

  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે કરી સમીક્ષા

  • અત્યાધુનિક ટ્રેક સ્લેબનું કરવામાં આવી રહ્યું છે નિર્માણ

  • જાપાનીઝ સ્ટાન્ડર પ્રમાણે ચાલી રહી છે કામગીરી

Advertisment

સુરતના કિમ ખાતે આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લીધી હતી.અને કામગીરીની સમીક્ષા કરી હતી. સુરતના કિમ ખાતે કાર્યરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લીધી હતી.આ પ્રસંગે રેલવેના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન મંત્રી અશ્વિની વૈષ્ણવે ફેક્ટરીમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી  હતી.તેમજ મંત્રી વૈષ્ણવે ફેક્ટરીમાં કામ કરતા કારીગરો સાથે પણ સંવાદ કર્યો હતો.આ બુલેટ ટ્રેન મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં અત્યાધુનિક ટ્રેક સ્લેબનું નિર્માણ કરવામાં આવે છે.

અને આ ટ્રેક સ્લેબ જાપાનની ટેક્નોલોજી પ્રમાણે જાપાનીઝ સ્ટાન્ડર પ્રમાણે બનાવવામાં આવી રહ્યા છે.મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુલાકાત દરમિયાન અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન વહેલી તકે દોડવા માંડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Latest Stories