વેસુ વિસ્તારની જી.ડી.ગોએન્કા સ્કૂલની ચકચારી ઘટના
ગોએન્કા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ધમકીભર્યો ઈ-મેલ આવતા શાળા સંચાલકોમાં ફફડાટ
એસીપી, પીઆઈ અને ડોક સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે
સમગ્ર મામલે સ્કૂલ કોર્ડન કરી વધુ તપાસ હાથ ધરાય
સુરત શહેરના વેસુ વિસ્તારની જી.ડી.ગોએન્કા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ આવતા શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો, જ્યારે સલામતીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. તો બીજી તરફ, એસીપી, પીઆઈ અને ડોક સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.
સુરત સહિત દેશભરની કુલ 159 શાળાઓને ગત તા. 21 જુલાઈની મોડી રાત્રે Outjacked50.@gmail.com મેલ નામના આઇડી પરથી ધમકીભર્યા ઈ-મેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ ઈ-મેલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની અને 'બ્લડ બાથ' એટલે કે, મોટો સંહારનો ઉલ્લેખ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી જી.ડી.ગોએન્કા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. ધમકી મળતા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
આ સાથે પોલીસને જાણ કરતા જ તાત્કાલિક એસીપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો હતો. બોમ્બ-સ્ક્વોડની મદદથી સ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી. તો બીજી તરફ, સાયબર સેલ દ્વારા તપાસ સમગ્ર મામલે સાયબર સેલ દ્વારા તપાસ કરાય રહી છે. જોકે, પોલીસને ધમકી આપનાર મેલ આઇડી મળી ગઈ છે, અને તેના આધારે સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.