સુરત : સગીરાની છેડતી કરનાર યુવકનું ગ્રામજનોએ કર્યું અર્ધ મુંડન, પોલીસે કરી નરાધમની ધરપકડ…

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ગામે 13 વર્ષીય સગીરા દુકાને દૂધની થેલી લેવા ગઈ હતી. તે દરમિયાન એક યુવક સગીરા પાસે આવ્યો હતો

New Update
સુરત : સગીરાની છેડતી કરનાર યુવકનું ગ્રામજનોએ કર્યું અર્ધ મુંડન, પોલીસે કરી નરાધમની ધરપકડ…

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ગામમાં સગીરાની છેડતી કરનાર યુવકને ગ્રામજનોએ પાઠ ભણાવ્યો હતો. જેમાં યુવકનું અર્ધ મુંડન કરી તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, ત્યારે હાલ તો કામરેજ પોલીસે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ગામે 13 વર્ષીય સગીરા દુકાને દૂધની થેલી લેવા ગઈ હતી. તે દરમિયાન એક યુવક સગીરા પાસે આવ્યો હતો,અને સગીરાને હાથમાં એક કાગળ આપવાની કોશિશ કરી હતી. સગીરાએ કાગળ નહીં લેતા યુવકે સગીરાનો હાથ પકડી છેડતી કરી હતી. સગીરા યુવકની હરકતથી ગભરાઈને ઘરે આવી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ પોતાની માતાને કરતાં સગીરા અને માતા યુવકને શોધવા બજારમાં નીકળ્યા હતા, જ્યાં લસકાણા ગામ તરફ જવાના માર્ગ પર યુવક નજરે ચઢતા સગીરાએ તેને ઓળખી કાઢ્યો હતો. સગીરા સાથે કરેલી છેડતીની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જ્યાં રોષે ભરાયેલા લોકોએ યુવકની પૂછપરછ કરી યુવકનું અર્ધ મુંડન કર્યું હતું. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સમગ્ર મામલે કામરેજ પોલીસે સગીરાની છેડતી કરનાર ધવલ મારુંની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment