-
વરાછા વિસ્તારમાં લગ્નપ્રસંગ દરમ્યાન થઈ હતી ચોરી
-
રૂ. 9 લાખના દાગીના ભરેલું પર્સ એક મહિલાએ ઉઠાવ્યું
-
ચોરી કરનાર અજાણી મહિલા CCTV કેમેરામાં થઈ કેદ
-
મહિલાની ધરપકડ સાથે પોલીસની કાયદેસરની કાર્યવાહી
-
દાગીના પરત મળતા પરિવારે પોલીસનો આભાર માન્યો
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં પ્રસંગ હોવાથી મહેમાન આવ્યા હતા. જેમાં જામનગરથી આવેલા મહેમાન પ્રસંગમાં પહેરવા માટે પોતાની સાથે રૂ. 9 લાખના દાગીના લાવ્યા હતા. જે દાગીના ભરેલ પર્સ મહેમાઓને બાજુની ખુરશીમાં મુકયું હતું. આ દરમ્યાન એક મહિલા ત્યાં આવી દાગીના ભરેલા પર્સની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. લાખોના દાગીના ગુમ થતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.
જોકે, ચોરીની સમગ્ર ઘટના વાડીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. બનાવના પગલે વરાછા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે CCTV ફૂટેજના આધારે મહિલાની શોધખોળ હાથ ધરી હતી, ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સના આધારે મહિલાની ધરપકડ કરી તમામ દાગીના રિકવર કર્યા હતા. દાગીના પરત મળી જતા પરિવારે વરાછા પોલીસનો આભાર માન્યો હતો.