સુરત: વેસુની સુપીરિયર હોટેલમાંથી સેક્સ એન્ડ ડ્રગ્સ રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ

સુરતશહેરના વેસુ વિસ્તારમાં આવેલ સુપીરિયર હોટલમાંથી પોલીસે સેક્સ એન્ડ ડ્રગ્સનો પર્દાફાશ કર્યો છે,અને ત્રણ લલના સહિત છ લોકોની પોલીસે ધરપકડ કરી છે.

New Update

સુરતમાં સેક્સ એન્ડ ડ્રગ્સનો પર્દાફાશ 

વેસુની સુપીરિયર હોટેલમાં ચાલતો હતો ખેલ

પોલીસે 95 મિલીગ્રામ એમડી ડ્રગ્સ પણ કર્યું જપ્ત 

ત્રણ લલના સાથે છ લોકો ઝડપાયા 

પોલીસે શરૂ કરી વધુ તપાસ 

સુરતશહેરના વેસુ વિસ્તારમાં આવેલ સુપીરિયર હોટલમાંથી પોલીસે સેક્સ એન્ડ ડ્રગ્સનો પર્દાફાશ કર્યો છે,અને ત્રણ લલના સહિત છ લોકોની પોલીસે ધરપકડ કરી છે.
સુરત શહેરમાં વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે પણ કાયદાનો કોરડો વિંઝયો  છે.અને સમાજમાં બદી ફેલાવતા તત્વોની ગેરકાનૂની પ્રવૃત્તિઓનો પર્દાફાશ પોલીસે કર્યો છે.જેમાં સુરત DCP ઝોન -4ના વિજયસિંહ ગુર્જરની ટીમ દ્વારા વેસુના VIP રોડ ઉપર આકાશ રીટેલ કોમ્પલેક્ષના પાંચમા આવેલ સુપીરિયર હોટલમાં રેડ કરવામાં આવી હતી.પોલીસની રેડમાં હોટલમાં ચાલતા સેક્સ એન્ડ ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ થયો હતો.પોલીસે આ ઘટનામાં શૈલેન્દ્ર શર્મા, ચાંદ શેખ અને જુનેદ કડીયાની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી,જ્યારે ત્રણ લલનાઓની પણ પોલીસે અટક કરી હતી,આ ઉપરાંત પોલીસે 95 મિલી ગ્રામ એમડી ડ્રગ્સ પણ જપ્ત કર્યું હતું.અને પોલીસે આ ઘટનાની ઉંડાણ સુધી પહોંચવા માટે ની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
#Accused arrested #Surat #hotel #drugs #Sex racket
Here are a few more articles:
Read the Next Article