સુરત: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકીંગથી ફફડાટ

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ  વ્યાપી ગયો હતો.

New Update

સુરત મનપાના ફૂડ વિભાગે આળસ ખંખેરી 

ફરસાણની દુકાનોમાં કરવામાં આવ્યું સરપ્રાઈઝ ચેકીંગ 

ફૂડ વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ 

ફાફડા જલેબીના સેમ્પલ લઈને પૃથક્કરણ માટે મોકલ્યા 

ભેળસેળ જણાશે તો વેપારી સામે થશે કાર્યવાહી 

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ  વ્યાપી ગયો હતો.
સુરતમાં તહેવારોના સમયે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે આળસ ખંખેરી છે,અને ફરસાણની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કર્યું હતું,આરોગ્ય વિભાગની કામગીરીને પગલે વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો,આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફરસાણની દુકાનોમાંથી ફાફડા અને જલેબીના નમૂના લઈને પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા,જો કોઈ વેપારીના ફરસાણમાં ભેળસેળ કે અખાદ્ય વસ્તુઓનું પ્રમાણ જણાશે તો તેવા વેપારી સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ દશેરા પર્વમાં સુરતીલાલા કરોડોના ફાફડા જલેબી આરોગતા હોય છે,ત્યારે સ્વાદ શોખીનોને ગુણવત્તા યુક્ત ફરસાણ મળી રહે તે માટે આરોગ્ય વિભાગે કમર કસી છે. 
Read the Next Article

સુરત : શહેર ભવ્ય તિરંગા યાત્રામાં તરબોળ, "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની" થીમ પર હજારો લોકો ઉમટ્યા

દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું

New Update
  • ભવ્ય તિરંગા યાત્રાનું કરાયું આયોજન

  • યાત્રામાં હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતાની થીમ

  • 1.8 કિ.મી લાંબા રૂટને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો

  • કેન્દ્રીય મંત્રી અને ગૃહમંત્રીએ યાત્રાનું કરાયું પ્રસ્થાન

  • હાથમાં તિરંગો લઈને નાગરિકો જોડાયા યાત્રામાં  

સુરત શહેરના વાય જંક્શનથી આર.આર.મોલ સુધી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

સુરત શહેર ભવ્ય તિરંગા યાત્રાના રંગે રંગાયું હતું.આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર ઉમટી પડ્યા હતાજેના કારણે જાણે આખું સુરત તિરંગાના રંગે રંગાઈ ગયું હોય તેવું અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું.આ યાત્રા હર ઘર તિરંગાહર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતોજેને વાતાવરણમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ વધુ ઘેરો બનાવ્યો હતો.

તિરંગાયાત્રાનો શુભારંભ કરાવતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રાએ ગૌરવ યાત્રા છે.આઝાદી માટે અનેક લોકોએ શહીદી વહોરી છે,શહીદોના કુટુંબીજનોને યાદ કરીને તેમના પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.