ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સુરતના હીરાઉદ્યોગને અસર, હીરા વેપાર થયો ઠપ્પ..!

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન-ગાઝાપટ્ટી વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સુરતથી ઈઝરાયલ વચ્ચે લગભગ 4200 કરોડના હીરાના વેપારને અસર થઈ છે.

New Update
ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સુરતના હીરાઉદ્યોગને અસર, હીરા વેપાર થયો ઠપ્પ..!

સ્થાનિકથી લઈને વૈશ્વિક સ્તર સુધી એક તરફ હીરાઉદ્યોગમાં મંદી છે, ત્યાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન-ગાઝાપટ્ટી વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સુરતથી ઈઝરાયલ વચ્ચે લગભગ 4200 કરોડના હીરાના વેપારને અસર થઈ છે. તેવામાં સ્થાનિક ઉદ્યોગકારોની સ્થિતિ વધુ કથળે તેવી શક્યતા વર્તાય રહી છે.

સુરત હીરાબજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન-ગાઝાપટ્ટી વચ્ચે શરૂ થયેલા ભયંકર યુદ્ધના કારણે સુરતના હીરાઉદ્યોગમાં ઉદ્દભવનાર અસર વિશે GJEPCના પૂર્વ ચેરમેને જણાવ્યુ હતું કે, ‘ઇઝરાલયના તેલઅવીવ ખાતે સુરતના અંદાજે 20 જેટલા ઉદ્યોગકારોની ઓફિસો હાલમાં કાર્યરત છે. જે ઓફિસોમાંથી લગભગ 3400 કરોડ રૂપિયાના રફ હીરાનો તથા અંદાજે 800 કરોડનો પોલિશ્ડ ડાયમંડ મળીને અંદાજે 4200 કરોડનો વેપાર થઈ રહ્યો છે. જોકે, બન્ને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે હાલમાં સમગ્ર હીરા વેપાર ઠપ્પ થયો છે. છેલ્લાં કેટલાંક સમયથી સ્થાનિકથી લઇને વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગ મંદીમાં ઘેરાઈ ગયો છે, ત્યારે આ યુદ્ધ સુરતના હીરા ઉદ્યોગકારો માટે પડતા પર પાટું સમાન સાબિત થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ખાસ કરીને કોરોના કાળ બાદ હીરા ઉદ્યોગ માંડ માંડ પાટે ચડ્યો હતો, ત્યાં અમેરિકા, યુરોપ સહિતના દેશોમાં મંદીનું વાતાવરણ છવાતાં સુરતનો હીરાઉદ્યોગ પ્રભાવિત થયો હતો, ત્યારે હવે આ યુદ્ધના કારણે સ્થાનિક ઉદ્યોગકારોની સ્થિતિ વધુ કથળે તેવી શક્યતા વર્તાય રહી છે.

Latest Stories