/connect-gujarat/media/post_banners/8687d0469dbdebefd6292ab10a3848e5d450b4d78675ce721783a6a57919034e.jpg)
સુરત સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરવાનો નિર્ણય લેવાયો છે. જે બાદ આજે ત્રીજા દિવસે પણ સુરત સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાળ યથાવત રહી છે, ત્યારે આજરોજ તબીબોએ સત્યનારાયણની કથા યોજી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. હડતાળ પર ઉતરેલાં તબીબોના કારણે હાલ દર્દીઓને સારવાર આપવાનું બંધ કરાયું છે. માત્ર જુનિયર ડોક્ટરો દ્વારા સારવાર અપાઇ રહી છે. તબીબોની હડતાળના કારણે મોટાભાગના ઓપરેશનનો મોકૂફ રખાતા દર્દીઓને હાલાકી વેટવાનો વારો આવ્યો છે.
સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યુ હતું કે, આજે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને તમામ લોકોમાં એક પ્રકારની પોઝિટિવિટી આવે અને અમારી જે માંગણી છે, તે સરકારે ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરથી માન્ય રાખીને અમારી મુશ્કેલીનો અંત લાવવો જોઈએ. જેથી કરીને દર્દીઓની પણ સારવાર માટે અમે ઝડપથી કામે જોડાઈ જઈએ. સાથે જ તબીબો નથી ઈચ્છતા કે, દર્દીઓને વધારે તકલીફ થાય. પરંતુ હવે તબીબો પાસે હડતાળ સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોવાનું પણ જણાવ્યુ હતું.