સુરત:અઠવામાં ખોટા દસ્તાવેજના આધારે પ્લોટ વેચી દેનાર ભેજાબાજની ઉત્તર પ્રદેશથી કરાઈ ધરપકડ

સુરતના અઠવા ખાતે પોતાની માલિકીનો પ્લોટ ન હોવા છતાં ખોટા દસ્તાવેજના આધારે ભેજાબાજ દ્વારા પ્લોટ વેચી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

New Update

સુરતના અઠવા ખાતે પોતાની માલિકીનો પ્લોટ ન હોવા છતાં ખોટા દસ્તાવેજના આધારે ભેજાબાજ દ્વારા પ્લોટ વેચી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી.જે બનાવમાં પોલીસે આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી.

સુરતના અઠવા ખાતે મુકેશ આહિરેને એક ભેજાબાજ ભટકાઈ ગયો હતો,મૂળ ઉત્તર પ્રદેશના અજીતસિંહ નામના ભેજાબાજે એક પ્લોટ મુકેશ આહીરેને વેચ્યો હતો,જોકે સમગ્ર દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુકેશ આહીરેને કંઈક અજુગતું બન્યું હોવાનો અહેસાસ થતા તેઓએ તપાસ શરૂ કરી હતી,જેમાં તેઓને માલુમ પડ્યું હતું કે ખોટા દસ્તાવેજી પુરાવાના આધારે અજીતસિંહ દ્વારા તેઓને પ્લોટ વેચવામાં આવ્યો છે.અજીતસિંહે પ્લોટના મૂળ માલિકના દેખાવને મળતા આવતા વ્યક્તિને દસ્તાવેજ સમયે મોકલ્યો હતો,અને ખોટા દસ્તાવેજના આધારે પ્લોટ વેચીને દસ્તાવેજ બનાવ્યા હતા, સમગ્ર બાબતમાં મુકેશ આહીરેને પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતા તેઓએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,તેઓની ફરિયાદને આધારે પોલીસે છેલ્લા છ મહિનાથી ફરાર આરોપી અજીતસિંહની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી,અને આ ઘટનામાં પોલીસે અન્ય આરોપીઓની સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી હતી. 
Latest Stories