“હવે, હું ઘરે નથી આવવાની” કહેતા જ સુરતના યુવકને થયો છેતરપિંડીનો અણસાર, લૂંટેરી દુલ્હન સહિત 2 લોકોની ધરપકડ...

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લુંટેરી દુલ્હનની ટોળકીએ રૂ. 1.35 લાખ પડાવી લીધા છે.

New Update

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લુંટેરી દુલ્હનની ટોળકીએ રૂ. 1.35 લાખ પડાવી લીધા છે. જોકેભોગ બનનારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના યોગીચોક વિસ્તારમાં 39 વર્ષીય યુવક લગ્ન બાદ છૂટાછેડા થતાં પોતાના 15 વર્ષના દીકરા અને પરિવારના અન્ય સભ્યો સાથે રહી જીવન પસાર કરી રહ્યા હતા. આ દરમ્યાન દીકરો નાનો હોવાથી તેઓએ ફરી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તેમને પરિવારના સભ્યોને વાત કરી હતી. આ દરમ્યાન તેઓના નાના ભાઈના પત્નીએ તેમને વ્હોટ્સએપમાં એક યુવતીનો ફોટો મોકલ્યો હતોઅને પૂછ્યું હતું કેજો તમને આ યુવતી પસંદ હોય તો આપણે લગ્ન માટે વાત ચલાવીએ. આપણા સબંધીમાં જ છે. જેથી યુવકે હા પાડી હતી.

આ દરમ્યાન વિપુલ ડોબરિયાજ્યોતિબેન અને જે યુવતીનો ફોટો મોબાઈલમાં આવ્યો હતોએ સંજના નામની યુવતી યુવકના ઘરે આવ્યા હતાત્યારે જ્યોતિબેને જણાવ્યું હતું કેસંજના મારા ફોઈની છોકરી છે. સંજનાના માતા-પિતા સ્વર્ગવાસ સીધાવી ગયા છે. જેથી સંજના અમારા ઘરે જ રહે છે. બાદમાં લગ્નઇચ્છુક યુવકે અને સંજનાએ વાતચિત કરી લગ્ન માટે હા પાડી હતીજેથી લગ્ન માટે વિપુલભાઈએ જણાવ્યું હતું કેતમારે 1 લાખ રૂપિયા જ્યોતિબેનને આપવાના છેઅને વધુ 20 હજાર રૂપિયા આપવાના રહેશે. જેથી યુવકે આ તમામ બાબતો માટે હા પાડી હતીઅને લગ્નની ખરીદી શરૂ કરી હતી. આ દરમ્યાન ચાંદીના સાંકડા અને સોનાનો દાણો અને કપડાની ખરીદી કરી તાપી કિનારે આવેલ શંકર ભગવાનના મંદિરે પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

બાદમાં લગ્નની વિધિ પૂર્ણ કરી લગ્નનું પ્રમાણપત્ર બનાવવાનું હોવાથી વકીલની ઓફીસ ગયા હતાજ્યાં લખાણ કરી વરાછા ઝોન ઓફીસ ગયાત્યારે સંજનાએ ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે નથી તેવું જણાવ્યું હતું. જેથી તેઓ ઘરે પરત આવી ગયા હતા. બાદમાં વિપુલ ડોબરિયાને 1.25 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. થોડા દિવસ બાદ પત્ની સંજનાએ જણાવ્યું કેમારા દાદીની તબિયત સારી નથીઅને મહારાષ્ટ્રથી સુરત આવ્યા છે. તો મારે તેમને ખબર અંતર પૂછવા જવાનું છે. તમે મને ડિંડોલી સાંઈ પોઈન્ટ સુધી મુકી જાવ. હું સાંજે પરત આવી જઈશ. જેથી સંજના ઘરે ગયા બાદ યુવકના નાના ભાઈની પત્નીને ફોન કરીને કહ્યું કેહવે હું ઘરે નથી આવવાની. ત્યારબાદ યુવકે અનેકવાર વિપુલ ડોબરિયાને કોલ કર્યાપરંતુ કોઈ જવાબ ન મળતા પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતીઅને લુંટેરી દુલ્હન અને તેના સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસે વિપુલ ડોબરિયારૂપાલીબેન ઉર્ફે સંજના વીકી ભગવાનભાઈ નાગમલ અને જ્યોતિ સંજય મોરેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Latest Stories