/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/13145313/EyLbtzGA.jpg)
સુરેન્દ્રનગર
જિલ્લા કોંગ્રેસ દ્વારા જન સંવેદના આંદોલન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગ પર રેલી
યોજાઈ હતી.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુક્શાનીનું
વળતર તેમજ જિલ્લામાં લીલો દુકાળ જાહેર કરવાની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં
આવ્યું હતું. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં
આવ્યો હતો. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી
યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હતું.
દેશ
અને રાજ્યની કથળતી પરિસ્થિતિઓ સામે હવે જનતાને પીસાવવાનો વારો આવ્યો છે, ત્યારે
તેની રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા જન સંવેદના આંદોલન થકી રાજ્યવ્યાપી ઘરણા તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં
આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમ્યાન કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા, ધારાસભ્ય
નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા, સોમા
પટેલ સહિત મોટી
સંખ્યામાં ખેડૂતો સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો
રહ્યા ઉપસ્થિત રહ્યા હતા.