Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : સોમનાથ દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના મોત અને 5ને પહોચી ઇજા

સુરેન્દ્રનગર : સોમનાથ દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના મોત અને 5ને પહોચી ઇજા
X

સુરેન્દ્રનગર જિલ્લાના

લીંબડી-બગોદરા હાઈવે પર દેવપરા ગામ નજીક ઇનોવા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે 5 લોકોનું

મોત નીપજ્યું હતું, જ્યારે 5 લોકોને ગંભીર ઇજા પહોચતા

સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આજરોજ વહેલી સવારે લગભગ 4.30 વાગ્યાના અરસામાં લીંબડી-બગોદરા હાઈવે પર દેવપરા ગામના પાટિયા નજીક ઇનોવા કાર નં. GJ 01 DU 8615 અને ટ્રક નં. GJ

10 TN 3600 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર અથડાયેલ કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 4 લોકોનું

ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે

1નું સારવાર દરમ્યાન મોત થયું હતું. ઘટનામાં અન્ય 5 લોકોને ગંભીર ઇજા પહોચતા તેઓને

તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મળતી માહિતી અનુસાર, પરિવારના સભ્યો સોમનાથથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા, તે દરમ્યાન લીંબડી-બગોદરા હાઈવે પર દેવપરા ગામ નજીક ઇનોવા કારના ચાલકને અચાનક ઝોંકું આવી ગયું

હતું. જેના કારણે કાર બાજુની તરફ ડિવાઈડર કુદી જતા સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં એકત્ર થયા

હતા. બનાવની જાણ થતાં જ લીંબડી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક કે.સુબ્રમણ્યમ તંબારાવ, રાજેશ્રી

સુબ્રમણ્યમ, ગણેશ સુબ્રમનીયમ, ભવાની નાગેન્દ્ર અને અકિલ પ્રસાદના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્ત કારનો ચાલક સોહન કેવલાજી, નાગેન્દ્ર પ્રસાદ, માધુરી શ્રીનિવાસ, રુચિતા અને કુચલીતાને તાત્કાલિક

સારવાર અર્થે લીંબડી

હોસ્પિટલ ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. હાલ પાણશીણા પોલીસે અકસ્માતનો ગુનો

નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story