અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક NRI ના આખા પરિવારનું મોત, બે બાળકો સહિત 4 લોકોએ જીવ ગુમાવ્યા
અકસ્માતમાં મૂળ મુંબઈના રહેવાસી જાવેદ અલીનો આખો પરિવાર મૃત્યુ પામ્યો. જાવેદ અલી લંડનથી મુંબઈ આવ્યા હતા અને પોતાની માતાની સારવાર કરાવીને લંડન જઈ રહ્યા હતા.
અકસ્માતમાં મૂળ મુંબઈના રહેવાસી જાવેદ અલીનો આખો પરિવાર મૃત્યુ પામ્યો. જાવેદ અલી લંડનથી મુંબઈ આવ્યા હતા અને પોતાની માતાની સારવાર કરાવીને લંડન જઈ રહ્યા હતા.
સ્વ.વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.તેઓ અમદાવાદ પહોંચતા જ ચૌધાર આંસુએ રડી પડ્યા હતા.3 જૂનના રોજ અંજલી રૂપાણી લંડન ગયા હતા.
શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ નજીક એર ઇન્ડિયાનું AI-171 પ્લેન ક્રેશ થયું હતું.
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
પીએમ મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી છે. આ દરમિયાન મંત્રી નાયડુએ પીએમ મોદીને અકસ્માત અંગે માહિતી આપી હતી. આ સાથે, મંત્રી રામ મોહન નાયડુ પોતે અકસ્માતનું નિરીક્ષણ કરવા અમદાવાદ જઈ રહ્યા છે