નર્મદા ડેમમાંથી ફરી 1.17 લાખ ક્યુસેક પાણી છોડાયું, ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટીમાં વધારો...
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1.17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1.17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે.
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 135.76 મીટરની સપાટીએ પહોંચ્યો છે.
નર્મદા બંધમાંથી ધરસમસતા પાણીના પ્રવાહ વહેતા ધોધને નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે આહલાદક દ્રશ્ય જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થતા જોવા મળે છે.