ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાય રહ્યો છે ત્યારે ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 135.76 મીટરની સપાટીએ પહોંચ્યો છે. ડેમમાં ઉપરવાસમાંથી 1,41,131 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો ડેમના નવ દરવાજા 2.1 મીટર ખોલી 2 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં 3,841.63 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ છે. નર્મદા ડેમ ૯૦ ટકાથી વધુ ભરાયો છે.
તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો અને ઘટાડો નોંધાઈ રહ્યો છે આજે સવારના સમયે નર્મદા નદીની જળ સપાટી 12.75 ફૂટ નોંધાઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે તો ભયજનક સપાટી 24 ફૂટ છે.