Connect Gujarat
ગુજરાત

તાપી : ઉદ્દાત ભાવના સાથે 1100 જેટલા દિવ્યાંગજનોને આવશ્યક ચીજવસ્તુઓની સહાય કિટનું વિતરણ કરાયું

તાપી : ઉદ્દાત ભાવના સાથે 1100 જેટલા દિવ્યાંગજનોને આવશ્યક ચીજવસ્તુઓની સહાય કિટનું વિતરણ કરાયું
X

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અમલી “લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે તાપી જિલ્લાના

દિવ્યાંગજનોને મદદરૂપ થવાની ઉદ્દાત ભાવના સાથે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા

જુદા જુદા દાતાઓના સહયોગથી અંદાજિત 1100 જેટલા દિવ્યાંગજનોને આવશ્યક ચીજવસ્તુઓની

કીટ્સનું વિતરણ કરાયું હતું.

લોકડાઉન દરમ્યાન લગભગ 15 દિવસ સુધી ચાલે એટલી આવશ્યક

ચીજવસ્તુઓની કિટનું ડો. કનુ ટેલર તથા ડિસેબલ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત તેમજ અન્ય

દાતાઓના સહયોગથી જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી અને જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘ

દ્વારા નગરપાલિકાના પ્રમુખ મહેરનોશ જોખી તથા ચીફ ઓફીસર શૈલેષ પટેલની ઉપસ્થિતિમાં

સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. ટોકન રૂપે 5 જેટલા દિવ્યાંગ

લાભાર્થીઓને કીટ વિતરણ કરવાના આ સેવાકાર્યમાં હેમંતભાઈ શંકર તથા તેમનું મિત્ર મંડળ, “રિવાજ” ગ્રૂપના ગોરધનભાઈ તથા વલ્લભભાઇ, વ્યારાના અજય

શાહ તથા અન્ય દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાકેશ

ચૌધરી તથા તેમની ટિમ દ્વારા દિવ્યાંગોના ઘર સુધી જઈ સહાય કીટ પહોંચાડવાની વ્યવસ્થા

કરવામાં આવી હતી.

Next Story