Connect Gujarat
Featured

તાપી : પૌત્રીની સગાઇમાં ભીડ એકઠી કરવાના ગુનામાં પુર્વ મંત્રી કાંતિ ગામીત સહિત 19 આરોપીના જામીન મંજુર

તાપી :  પૌત્રીની સગાઇમાં ભીડ એકઠી કરવાના ગુનામાં પુર્વ મંત્રી કાંતિ ગામીત સહિત 19 આરોપીના જામીન મંજુર
X

કોરોના વાયરસના કહેર વચ્ચે પોતાની પૌત્રીની સગાઇમાં માનવ મેદની એકત્ર કરવાના ગુનામાં રાજયના પુર્વ મંત્રી કાંતિ ગામિત સહિત 19 આરોપીઓના જામીન તાપી જિલ્લા સેશન્સ કોર્ટે મંજુર કર્યા છે.

રાજયમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા લગ્ન સહિતના પ્રસંગોમાં 100થી ઓછા લોકોને ભેગા કરવાનો સરકારનો આદેશ હોવા છતાં પુર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં જન મેદની ઉમટી પડી હતી. ડીજેના તાલે ઝુમતાં લોકોનો વિડીયો વાયરલ થતાં વિવાદ વકર્યો હતો. આખરે સરકારે પુર્વ મંત્રી કાંતિ ગામિત સહિત અન્ય આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં 19 આરોપીઓએ જામીન મેળવવા માટે તાપી સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

તાપી સેસન્સ કોર્ટમાં સ્પેશિયલ પીપી તરીકે સુરત નયન સુખડવાલાએ કરી રજુઆત કરી હતી. કોવીડના નિયમોનો ભંગ કરતા ટોળા ભેગા ન કરવા અને પોલીસ તપાસમાં સહયોગ આપવાની શરતે કાંતિ ગામીત સહિતના આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યાં છે. જે આરોપીઓને જામીન આપવામાં આવ્યાં છે તેમાં પુર્વ મંત્રી કાંતિ ગામીત,પુત્ર જીતુ ગામીત, પોલીસ ઇન્સપેકટર સી. કે. ચૌધરી અને કોન્સ્ટેબલ નિલેશ ગામીત સહિત 19 આરોપીનો સમાવેશ થવા જાય છે.

Next Story