ચંદ્રયાન 3 સફળતાપૂર્વક ચંદ્રની ભમણ કક્ષામાં પહોચ્યું, ISRO એ ટ્વિટ કરી આપી માહિતી....

ઈસરોએ ચંદ્રયાન-3ન ચંદ્રના ઓર્બિટ પકડવા માટે આશરે 20થી 25 મિનીટ સુધી થ્રસ્ટર્સ ઓન રાખ્યું

New Update
ચંદ્રયાન 3 સફળતાપૂર્વક ચંદ્રની ભમણ કક્ષામાં પહોચ્યું, ISRO એ ટ્વિટ કરી આપી માહિતી....

ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશી ગયું છે. ઈસરો માટે આ મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ મામલે ખુદ ઈસરોએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3એ ચંદ્રની બહારની કક્ષા પકડી લીધી છે. હવે ચંદ્રયાન-3 ચંદ્રની ચારેબાજુએ 166KM x 18054 કિલોમીટરની ઈંડાકાર કક્ષામાં ચક્કર લગાવશે. ઈસરોએ ચંદ્રયાન-3ન ચંદ્રના ઓર્બિટ પકડવા માટે આશરે 20થી 25 મિનીટ સુધી થ્રસ્ટર્સ ઓન રાખ્યું હતું.

તેની સાથે ચંદ્રયાન ચંદ્રમાની ગ્રેવિટીમાં ફસાઈ ગયું હતું. હવે તે તેની ચારેકોર ચક્કર લગાવતો રહેશે. તેને લ્યૂનર ઓર્બિટ ઈંજેક્શન કે ઈન્સર્શન પણ કહેવાય છે. ચંદ્રની ચારેબાજુ પાંચ ઓર્બિટ બદલાશે. આજ પછી 6 ઓગસ્ટની રાતે 11ની આજુબાજુ ચંદ્રયાનની ઓર્બિટને 10થી 12 હજાર કિમીવાળા ઓર્બિટમાં નખાશે. 9 ઓગસ્ટની બપોરે પોણા બે વાગ્યે આશરે તેની ઓર્બિટને બદલી 4થી 5 હજાર કિલોમીટરની ઓર્બિટમાં નાખવામાં આવશે.

Latest Stories