સામાન્ય લોકોની સુવિધા માટે IRCTCએ ડિલીટ કર્યા 2.5 કરોડ એકાઉન્ટ

IRCTC દ્વારા હાલમાં જ 2.5 કરોડ એકાઉન્ટને ડિલીટ કરવામાં આવ્યા છે. આ એકાઉન્ટ ડિલીટ કરવા માટેનું કારણ સામાન્ય લોકોને ટિકિટ બુક કરવામાં સુવિધા રહે એ છે.

New Update
irctc

IRCTC દ્વારા હાલમાં જ 2.5 કરોડ એકાઉન્ટને ડિલીટ કરવામાં આવ્યા છે. આ એકાઉન્ટ ડિલીટ કરવા માટેનું કારણ સામાન્ય લોકોને ટિકિટ બુક કરવામાં સુવિધા રહે એ છે.

IRCTC છેલ્લા ઘણા મહિનાથી યુઝર્સની સુવિધા માટે ઘણા પગલાં ભરતી આવી છે. તેમણે તત્કાલ બુકિંગના નિયમમાં પણ બદલાવ કર્યો અને નવી એપ્લિકેશન પણ લોન્ચ કરી.

IRCTC દ્વારા સાફ-સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ હેઠળ જેટલા પણ ફેક એકાઉન્ટ્સ હતાં, એને ડિલીટ કરવામાં આવ્યાં છે. તેમ જ તત્કાલ ટિકિટને વારંવાર એક કરતાં વધુ બુક કરનાર અને એને વધુ કિંમતમાં વેચનારના પણ એકાઉન્ટને ડિલીટ કરવામાં આવ્યાં છે. આ માટે ઘણા એજન્ટ એક કરતાં વધુ ઈમેલ આઈડીનો ઉપયોગ કરતાં હતાં જે ખોટા હોય છે. આ સાથે જ IRCTC દ્વારા વધુ 20 લાખ એકાઉન્ટને અંડર રિવ્યૂ રાખ્યા છે.

IRCTC હવે શંકાસ્પદ બુકિંગને બ્લોક કરવા માટે AI નો ઉપયોગ કરી રહ્યું છે. ટિકિટ બુકિંગ માટે બોટ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેથી આ બોટ્સને પણ ઓળખી AI એને પણ બ્લોક કરશે. આ સાથે જ જુલાઈ 2025 થી IRCTC દ્વારા તત્કાલ ટિકિટ માટે આધાર OTP શરૂ કરી દીધું છે.

IRCTC દ્વારા તત્કાલ બુકિંગના નિયમમાં બદલાવ કરવામાં આવ્યા છે. પહેલાં એજન્ટ પણ સામાન્ય લોકોની સાથે ટિકિટ બુકિંગ કરી શકતા હતા. જોકે હવે તત્કાલ ટિકિટનો ટાઈમ શરૂ થાય ત્યારે પહેલા અડધા કલાક સુધી એજન્ટ બુકિંગ નહીં કરી શકે. તેથી સામાન્ય લોકોને પણ બુકિંગ માટે સમાન તક મળે એ માટે પગલાં લેવામાં આવ્યા છે.

IRCTC ની હાલમાં 90%થી વધુ બુકિંગ ઓનલાઈન એટલે કે ડિજિટલ પેમેન્ટના આધાર પર કરે છે, જેમાં કાઉન્ટરનો પણ સમાવેશ થાય છે. તેથી એમાં પણ છેતરપિંડી થઈ રહી હોવાથી IRCTC દ્વારા ઘણી વધુ સાઈબર ક્રાઈમની ફરિયાદ પણ કરી છે. આ અપરાધને રોકવા માટે IRCTC ખૂબ જ જોરમાં કામ કરી રહી છે. તેમ જ સામાન્ય લોકોની ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જશે અને એ આંકડો ખૂબ જ મોટો હશે તો તેમના માટે સ્પેશ્યલ ટ્રેન પણ શરૂ કરવામાં આવશે અથવા તો તેમને અન્ય ટ્રેનનો વિકલ્પ પણ આપવામાં આવશે.

 IRCTC Website | Indian Railways | accounts

Latest Stories