વોટ્સએપમાં ગ્રુપ એડમિનને મળશે વધુ પાવર; કંપની કમ્યુનિટી ફીચર કરી શકે છે લૉંચ
WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, વોટ્સએપ એક નવા કોમ્યુનિટી ફીચર પર કામ કરી રહ્યું છે.

વોટ્સએપ બહુ ઝડપથી જ પોતાના યૂઝર્સ માટે એક નવું ફીચર લૉંચ કરી શકે છે. WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, વોટ્સએપ એક નવા કોમ્યુનિટી ફીચર પર કામ કરી રહ્યું છે.કહેવામાં આવી રહ્યું છે કે આ નવું ફીચર એડમિનને ગ્રુપ પર વધુ પાવર આપશે. એડમિન ગ્રુપમાં કમ્યુનિટી ક્રિએટ કરી શકશે. કમ્યુનિટીઝ ફીચર એડમિનને કમ્યુનિટી ઈન્વાઇટ લિંક દ્વારા નવા યુઝર્સને ઇન્વાઇટ કરવા અને એકબીજા સાથે કનેક્ટ કરવાની સુવિધા મળી શકશે.
વોટ્સએપના પ્રાઇવસી ફીચર્સ પર અનેક વખત સવાલો ઉભા થયા છે. પરંતુ આ ફીચર અંગે WABetaInfoએ દાવો કર્યો છે કે, આ કમ્યુનિટીના તમામ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. એટલે કે મેસેજ મોકલનાર અને મેસેજ મેળવનાર સિવાય કોઈપણ ચેટ ચેક કરી શકશે નહીં.
રિપોર્ટમાં કરાયેલા ખુલાસા અનુસાર, રેગ્યુલર વોટ્સએપ ગ્રુપ ચેટની સરખામણીએ કમ્યુનિટી ચેટ ડિઝાઈનમાં નજીવો ફેરફાર કરાયો છે. તેમણે હિન્ટ આપતા જણાવ્યું છે કે કમ્યુનિટી આઈકોન ગોળ ખૂણા સાથે ચોરસ આકારનો હશે. જોકે, રિપોર્ટમાં તે જણાવ્યું નથી કે ફીચર/કમ્યુનિટી ચેટ કેવું દેખાશે.
વોટ્સએપ દ્વારા આ ફીચર ક્યારે લૉંચ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. પરંતુ આ ફીચર દ્વારા વોટ્સએપ અન્ય મેસેજીંગ એપ જેવી કે ટેલીગ્રામ અને સિગ્નલ સાથે સ્પર્ધામાં ઉતરવાની તૈયારી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો ટેલીગ્રામની વાત કરીએ તો તેમાં 2,00,000 મેમ્બરની સાથે ગ્રુપ બનાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષની શરૂઆતમાં વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી બાદ ટેલીગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ્સએ ભરપૂર લોકપ્રિયતા મેળવી હતી.
વોટ્સએપ દ્વારા હાલમાં જ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચર યૂઝર્સ માટે લાઇવ કરી દેવામાં આવ્યું છે. હવે યૂઝર્સને કોઇ ડિવાઇસ સાથે વોટ્સએપને લિંક કરવા માટે સ્માર્ટફોનને ઓનલાઇન રાખવાની જરૂર નથી. એટલે કે એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ હવે વોટ્સએપ પર મલ્ટી-ડિવાઇસ ફીચરનો ઉપયોગ કરી શકશે.
આપને જણાવી દઇએ કે અત્યારસુધી યૂઝર્સ તેના સ્માર્ટફોનને ડેસ્કટોપ સાથે લિંક કરતા હતા, તો તેમને પોતાના સ્માર્ટફોનને ઓનલાઇન રાખવાની ફરજ પડતી હતી. પરંતુ હવે વોટ્સએપ ચાલું રાખ્યા વગર જ યૂઝર ડિવાઇસને ઓનલાઇન લિંક કરી શકશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
ભરૂચ: નેત્રંગના લાલ મંટોડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, 6 જુગારીયો...
22 May 2022 3:49 AM GMTઅમદાવાદ : IAS અધિકારી કે. રાજેશના કેસમાં CBIએ રફીક મેમણને કોર્ટમાં રજૂ ...
21 May 2022 4:14 PM GMTભાવનગર : મૃત્યુ બાદ દેહદાન અને ચક્ષુદાન કરી પાલીતાણાના સામાજિક આગેવાને ...
21 May 2022 3:17 PM GMTભાવનગર : ચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ...
21 May 2022 2:56 PM GMTભાવનગર : 'આતંકવાદ વિરોધી દિન' નિમિત્તે સંકલન સમિતિના અધિકારીઓએ શપથ...
21 May 2022 2:38 PM GMT