Connect Gujarat
ટેકનોલોજી

હિંદુસ્તાનના સમુદ્રમાં ધ્રુવ ચમકશે ! ન્યુક્લિયર મિસાઈલોને ટ્રેક કરવાવાળું ભારતનું પ્રથમ જહાજ થશે લોન્ચ

હિંદુસ્તાનના સમુદ્રમાં ધ્રુવ ચમકશે ! ન્યુક્લિયર મિસાઈલોને ટ્રેક કરવાવાળું ભારતનું પ્રથમ જહાજ થશે લોન્ચ
X

ભારતને ટૂંક સમયમાં એક એવુ હથિયાર મળવાનુ છે કે ત્યારબાદ સમુદ્રમાં ચીન અને પાકિસ્તાનની દરેક પ્રકારની રણનીતિનો પહેલાથી વધુ તાકાત સાથે ભારતીય નેવી જડબાતોડ જવાબ આપશે. દુશ્મનની ન્યુક્લિયર મિસાઈલોને ટ્રેક કરવાવાળું ભારતનું પ્રથમ જહાજ આઈએનએસ ધ્રુવ 10 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે.

આશા સેવાઈ રહી છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ 10 સપ્ટેમ્બરે વિશાખાપટ્ટનમમાં સેટેલાઈટ અને બેલેસ્ટિક મિસાઈલોને ટ્રેક કરનારા ભારતના પ્રથમ જહાજ આઈએનએસ ધ્રુવને તેનાત કરશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ) અને નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈજેશનના સહયોગથી હિન્દુસ્તાન શિપયાર્ડ દ્વારા નિર્મિત આઈએનએસ ધ્રુવ દુશ્મન પરમાણુ મિસાઈલને ટ્રેક કરવાથી લઈને દુશ્મનના સેટેલાઈટ અને આવનારી બેલેસ્ટિક મિસાઈલની ભાળ મેળવવાની ક્ષમતા રાખે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આઈએનએસ ધ્રુવના લોન્ચિંગ સમારોહમાં નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહ અને એનટીઆરઓના અધ્યક્ષ અનિલ દાસમાના ડીઆરડીઓ અને વરિષ્ઠ નૌસેનાના અધિકારીઓ સાથે હાજર રહેશે. પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજને ભારતીય નૌસેનાના કર્મચારીઓ દ્વારા વ્યૂહાત્મક બળ આદેશની સાથે સંચાલિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આવા જહાજોનું સંચાલન ફક્ત ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, રશિયા અને ચીન દ્વારા કરવામાં આવે છે.10,000 ટનનું આ ખતરનાક જહાજ ભારતની ભવિષ્યની એન્ટી-બેલેસ્ટિક મિસાઈલ ક્ષમતાના કેન્દ્રમાં હશે.

કારણકે આ ભારતીય શહેરો અને લશ્કરી સ્થાપનો તરફથી આવતી દુશ્મનોની મિસાઈલો માટે એક પ્રારંભિક ચેતવણી રૂપે કાર્ય કરશે અને આ દરેક હુમલાને ફેલ કરવાની ક્ષમતા પણ રાખે છે. એટલું જ નહીં, આ જહાજ હિન્દ મહાસાગરમાં ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબુત કરશે અને દુશ્મનોને સંતર્ક કરશે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ એવા સમયે ચાલુ કરાઈ રહ્યું છે કે જ્યારે આખી દુનિયામાં પાણીની નીચે સશસ્ત્ર અને સર્વેલન્સ ડ્રોનનો યુગ શરૂ થઈ ગયો છે.

Next Story