Connect Gujarat
Featured

જાપાનમાં મુશળધાર વરસાદથી ભયંકર પૂર, કોરોના વચ્ચે કુદરતની બેવડી માર

જાપાનમાં મુશળધાર વરસાદથી ભયંકર પૂર, કોરોના વચ્ચે કુદરતની બેવડી માર
X

જાપાનમાં વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા બે દિવસથી પૂરનો પ્રકોપ સર્જાયો છે. દક્ષિણ જાપાનમાં અનરાધાર વરસાદ વરસતા કુમામોતો અને કાગોશીમામાં પૂર આવતા 7 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય કેટલાક લાપતા છે.

વિશ્વભરમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. ત્યારે જાપાન અને ચીનમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. મુશળધાર વરસાદથી જાપાનના કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી પ્રસર્યા છે. દક્ષિણ જાપાનના કુમામોતો અને કાગોશીમા વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયા છે. સતત વરસી રહેલા વરસાદે તારાજી સર્જી છે. દક્ષિણ પ્રાંતમાં ભૂસ્ખલન અને પૂરની પરિસ્થિતી સર્જાઈ છે. વરસાદને પગલે કુમા નદીમાં પાણીની વ્યાપક પ્રમાણમાં આવક થતાં નદીના પાણી શહેરો સુધી પહોંચી ગયા છે. લગભગ 75 હજાર લોકોનું સ્થળાંતર કરવવામાં આવ્યું છે. પૂરના પગલે મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે. પૂરના પ્રકોપથી 7 લોકોના મોત નિપજ્યાં છે. અસંખ્ય લોકો લાપતા બન્યા હતા જેમથી 7ના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો પાણીમાં તણાઇ ગયા છે જે હજુ સુધી લાપતા છે. કુમામોતો અને કાગોશીમા વિસ્તારના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોની ઘરવખરી સહિતનો સામાન પાણીમાં વહી ગયો છે. ગાડીઓ પાણીમાં અડધાથી ઉપર ડૂબી ગઈ છે, આફતરૂપી વરસાદથી સ્થાનિકોની હાલત દયનીય બની ગઈ છે. એક તરફ કોરોનાનો કહેર તો બીજી તરફ પૂરના પ્રકોપથી જાપાનને કુદરતની બેવડી માર પડી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફાયર ટીમો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. 75 હજારથી વધુ લોકોને સુરક્ષિત રીતે ખસેડી લેવામાં આવ્યા છે.

Next Story