Connect Gujarat
Featured

ભાવનગરના અલંગ ખાતે અત્યાર સુધીના સૌથી મોટા જહાજને સ્ક્રેપ કરાશે

ભાવનગરના અલંગ ખાતે અત્યાર સુધીના સૌથી મોટા જહાજને સ્ક્રેપ કરાશે
X

ભાવનગર જિલ્લાના અલંગ ખાતે લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકા 31 હજાર મેટ્રિક ટનનું 2100 પ્રવાસીઓ પ્રવાસ કરી શકે તેમ તમામ લકઝરિયલ સામગ્રીથી સજ્જ અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ આગામી દિવસોમાં પ્લોટ નંબર 7 માં લાંગરી તેને સ્ક્રેપ કરવામાં આવશે.

ભારતનું સૌથી મોટું અને લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકા તેની ભવ્યતા, બાદ ભાવનગર જિલ્લના અલંગ ખાતે જહાજ જમીનદોસ્ત થવા માટે આવ્યું ગયું છે. આ જહાજની વિશેષતા જોવા જઈએ તો આ જહાજ 31હજાર મેટ્રિક ટનનું 2100 પ્રવાસીઓ પ્રવાસ કરી શકે તેવા જહાજમાં તમામ ફાઇવ સ્ટાર રિસોર્ટ જેવો સુવિધાઓથી સજ્જ માનવામાં આવતું હતું. હાલ આ જહાજને અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.વી-7માં કિનારાથી બે કિલોમીટર દૂર બીચ કરવામાં આવ્યું છે. અલંગ ખાતે શીપ રીસાયકલીંગ ઉદ્યોગ ધરાવતા અને તાજેતરમાં જ નેવીનું બ્રિટીશ કંપનીનું વિરાટ જહાજ ખરીદનાર શ્રી રામ ગ્રુપ દ્વારા હરાજી દરમિયાન ખરીદવામાં આવ્યું અને ત્યારબાદ લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાની સ્ક્રેપીંગ માટે ખરીદી કરી પ્લોટ નંબર 7 માં ભંગાણ માટે લાવવામાં આવશે. લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકા વિશે વધુ માહિતી આપતા મુકેશ પટેલે જણાવ્યું કે, અલંગમાં અત્યાર સુધીમાં પેસેન્જર શીપ અને એ પણ લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકા જેવું જહાજ એ પહેલીવાર અલંગ ખાતે ભંગાણ માટે આવ્યું છે. તેમજ આ શીપ એ ક્રૂઝનું સૌથી લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ માનવામાં આવે છે. તે જહાજમાં લકઝરિયસ એપાર્ટમેન્ટ, સ્વીમીંગ પુલ, રેસ્ટોરન્ટ, ગેમઝોન જેવી તમામ સગવડોથી સજ્જ છે. તેમજ અત્યાર સુધીમાં ઘણા નાના મોટા જહાજો અલંગ ખાતે ભંગાણ થયું છે, પરંતુ આવું લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ એ પહેલીવાર સ્ક્રેપ કરવામાં આવશે.

Next Story