Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 36858 પર પહોંચી, આજે વધુ 735 નવા કેસ નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના  કેસની સંખ્યા 36858 પર પહોંચી, આજે વધુ 735 નવા કેસ નોંધાયા
X

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 735 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 36858 થઈ ગઈ છે. જ્યારે વધુ 17નાં મોત સાથે મૃત્યુઆંક 1962 પર પહોંચ્યો છે. આજે 423 દર્દીઓ સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. - આ સાથે અત્યાર સુધી 26323 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

આજે 735 નવા નોંધાયેલ કેસ પૈકી સુરતમાં 241, અમદાવાદમાં 183 , વડોદરામાં 65 , ભાવનગરમાં 35 , બનાસકાંઠામાં 24, ભરૂચમાં 18, રાજકોટમાં 21 , ગાંધીનગરમાં 17, વલસાડ 13, મહેસાણા 12, કચ્છ 11, જૂનાગઢમાં 15 , ખેડામાં 9, પંચમહાલ 8, સાબરકાંઠા 8, નવસારી 8, અમરેલી 7, જામનગરમાં 7 , સુરેન્દ્રનગર 5, દાહોદ 5, મોરબી 4, તાપી 4, પાટણ 3, છોટા ઉદેપુર 3, અરવલ્લી 2, મહિસાગર 2, બોટાદ 2, ગીર સોમનાથ 2, અને આણંદમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 6, અરવલ્લી 2, બનાસકાંઠા અને ખેડામાં એક-એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1962 લોકોનાં કોરોનાના કારણે મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26323 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 8573 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેલ્ટીલેટર પર છે અને 8504 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,18,464 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Next Story