દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજાર 436 નવા કેસ નોંધાયા છે અને 30 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 84 નો ઘટાડો થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 86 હજાર 591 થઈ છે. કુલ 4 કરોડ 37 લાખ 93 હજાર 787 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 754 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 211 કરોડ 66 લાખ 35 હજાર 408 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 26 લાખ 53 હજાર 964 ડોઝ અપાયા હતા.