Connect Gujarat
ગુજરાત

કોરોના કહેર વચ્ચે વડોદરા જિલ્લાનું આ ગામ દરરોજ 750 શ્રમજીવીઓની જઠરાગ્નિ ઠારે છે

કોરોના કહેર વચ્ચે વડોદરા જિલ્લાનું આ ગામ દરરોજ 750 શ્રમજીવીઓની જઠરાગ્નિ ઠારે છે
X

દિવ્યાંગ અસહાય અને વયોવૃદ્ધ નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ ઘરે પહોંચાડાય છે

કોરોના સંક્રમણને અટકાવવા લોક ડાઉન ના ચુસ્ત અમલ સાથે સાવલી તાલુકાના મંજુસર ગામે કોરોના સામે જુધ્ધે ચડી રાજ્યના અન્ય ગામોને નવી દિશા ચીંધી છે.કોરોના સંકટના આ કપરા કાળમાં માનવીય સંવેદના અને સેવા સંકલ્પો ની અનેરી ગાથાઓ પ્રકાશમાં આવી રહી છે.

ગામના મહિલા સરપંચ ગીતાબેન વાઘેલાએ જણાવ્યું કે

કોરોના કહેર વચ્ચે ગામની આજુબાજુના 750 જેટલા શ્રમજીવીઓને દરરોજ બે ટંકનું ભોજન ગ્રામપંચાયત તેમજ સેવાભાવી

સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવી રહ્યું છે.

મંજુસર ગામના

દિવ્યાંગ અસહાય તેમજ વયોવૃદ્ધ નાગરિકોને દૂધ,શાકભાજી તેમજ આવશ્યક ચીજવસ્તુઓ નો જથ્થો ઘરે

બેઠા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામમાં ગંદકી ફેલાવનાર ને દંડ કરવામાં

આવે છે.આવી બે વ્યક્તિ પાસેથી પંચાયત દ્વારા રૂપિયા બે હજારનો દંડ વસૂલ કરવામાં

આવ્યો છે.

લોક ડાઉન ના

ચુસ્ત અમલ સાથે જાણે આખું ગામ કોરોના સામે જંગે ચડ્યું છે. સરપંચ ગીતાબેન ઉમેર્યું

કે,કોરોના સંક્રમણને અટકાવવા આખા ગામ ને

સેનેતાઇસ કરવા સાથે ગામમાં રોજ જાહેર રસ્તા તેમજ ગલીઓની સફાઈ કરવામાં આવે છે. આ

કામગીરીમાં જિલ્લા,

તાલુકા પંચાયત

અને ગ્રામજનોનો સહયોગ મળી રહ્યો છે.

ડેરીમાં દૂધ

ભરવા આવતા સભાસદો સામાજિક અંતર જાળવી દૂધ ભરે છે.એટલું જ નહિ શાકભાજી,અનાજ કરિયાણું વેચતા દુકાનદારો ફરજિયાત માસ્ક અને હેન્ડ ગ્લોજ પહેરે છે.ગામમાં જાહેર સ્થળોએ લોકોને હાથ ધોવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના સામે જનજાગૃતિ માટે

બેનર્સ,જાહેર સ્થળોએ નોટિસ અને સાદ પડાવી લોક

જાગૃતિનો સંદેશો ફેલાવો કરવામાં આવી રહ્યો છે.

ગામમાં માસ્ક

બનાવી જરૂરિયાત મંદો ને વિનામૂલ્યે માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું છે. કોરોના સંકટની આ ઘડીમાં મંજુસર ગામે કોરોના સંક્રમણને અટકાવવા

સરકારની સુચના મુજબ લોક ડાઉન ન નો ચુસ્ત અમલ કરી અન્ય ગામોને નવી દિશા બતાવી છે.

Next Story