Connect Gujarat
ગુજરાત

આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી

આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી
X

1લી મે,

1960ના

રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી, આ જ દિવસે મહારાષ્ટ્રની પણ

સ્થાપના થઈ હતી. વર્ષ 1937માં કરાંચી ખાતે યોજાયેલી એક સભા દરમિયાન “મહાગુજરાત” નો વિચાર કનૈયાલાલ મુનશીએ

રજૂ કર્યો હતો. વર્ષ 1956માં સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ દ્વારા રાજયોની સીમા નક્કી

કરવામાં આવેલી. તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા

બોલનારા લોકો વસતા હતા.

ગુજરાતી અને કચ્છી બોલનારા લોકોનું એક અલગ રાજ્ય હોય તેવી

માંગ સાથે, મહાગુજરાત

આંદોલન થયું. અમદાવાદ ખાતે થયેલા આ આંદોલનમાં અમુક વિધાર્થીઓએ પોતાનો જીવ પણ

ગુમાવ્યો.

આંદોલનમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા પાસે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. ઇન્દુલાલ યાગ્નિક મહાગુજરાત આંદોલનને સંભાળતા હતા. અંતે પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ ગુજરાત અને મહારાષ્ટ્ર હવેથી આ બે અલગ રાજ્ય છે, તેમ ઘોષિત કરવા સંમત થયા અને 1લી મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય આ રીતે સ્થપાયા.

આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વીટ કરીને ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી છે. ગુજરાતની જનતા પુરુષાર્થ માટે જાણીતી છે તેવું વડાપ્રધાન મોદીએ કહ્યું છે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે ગુજરાતીઓએ ઘણા બધા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે.

https://twitter.com/narendramodi/status/1256054779479879681?s=20

Next Story