Connect Gujarat
ગુજરાત

આજે વિશ્વ પરિવાર દિવસ: શહેર પોલીસે એકલા રહેતા 4 હજાર જેટલા વૃદ્ધો અને વડિલજનો કોરોના કટોકટી વચ્ચે પરિવારની હૂંફની અનુભૂતિ કરાવી

આજે વિશ્વ પરિવાર દિવસ: શહેર પોલીસે એકલા રહેતા 4 હજાર જેટલા વૃદ્ધો અને વડિલજનો કોરોના કટોકટી વચ્ચે પરિવારની હૂંફની અનુભૂતિ કરાવી
X

આજે વિશ્વ પરિવાર દિવસ: શહેર પોલીસે એકલા રહેતા 4 હજાર જેટલા વૃદ્ધો અને વડિલજનો કોરોના કટોકટી વચ્ચે પરિવારની હૂંફની અનુભૂતિ કરાવી.વડોદરા પોલીસે કાયદો અને વ્યવસ્થા સાચવવાની સાથે વડીલોની કાળજી લઈને વિશ્વ મારો પરિવારની ભાવના સાર્થક કરી. પરિવાર, શું છે આ પરિવાર? જ્યાં મનને હલકું કરવા, મનને આરામ આપવા રવિને વાટ ન જોવી પડે ને એ છે પરિવાર. અને આ જ વાતને સાર્થક કરવા અને તેનું મહત્વ સમજાવવા યુનાઇટેડ નેશન્સ અને યુનિવર્સલ પીસ ફેડરેશન દર વર્ષે 15 મી મે ના રોજ વિશ્વ પરિવાર દિવસ મનાવે છે.

1993 માં, જનરલ એસેમ્બલી એક ઠરાવમાં નિર્ણય લીધો હતો કે દર વર્ષે 15 મી મેને આંતરરાષ્ટ્રીય પરિવારનો દિવસ તરીકે ઉજવવામાં આવવો જોઈએ. આ દિવસે પરિવારથી સંબંધિત મુદ્દાઓની જાગૃતિ અને કુટુંબોને અસર કરતી સામાજિક, આર્થિક અને વસ્તી વિષયક જેવા વિષયો પર અધ્યયન કરી જાગૃતિ અને મહત્વ બતાવવાનો પ્રયાસ થાય છે.વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ એક પરિવાર છે, અને આખા વિશ્વને આ સંદેશો પહોંચાડવામાં ભારતનું બહુ મોટું યોગદાન રહ્યું છે. આજે આખું વિશ્વ જ્યારે Covid 19 જેવા રોગ સામે લડી રહ્યું છે, ત્યારે લોક રક્ષક ગણાતા એવા આપણા પોલીસ અને ડોક્ટરો આપણી સહુલિયત અને સારસંભાળ માટે પોતાનું જીવન જોખમે મૂકે છે. ત્યારે આવા કોરોના કટોકટી ના અવિરત અને અણનમ લડવૈયા આપણા વડોદરાના પોલીસ કર્મચારીઓ એ એકલા રહેતા અંદાજે ૪૦૦૦ વૃદ્ધો ને કોરોના કટોકટી વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સુવિધાઓ અને કુટુંબીજન જેવી હૂંફ આપીને જાણે કે તેમના ઘરના સભ્ય તરીકેની જવાબદારીઓ નિભાવી છે.

2019માં ડિસિપી સરોજ કુમારી દ્વારા શરૂ કરવામાં આવેલું " વરિષ્ઠ નિર્ભયમ " કે જે એકલા રહેતા વૃદ્ધોને મદદરૂપ થાય તે માટે સેલ બનાવવામાં આવ્યું છે, જે આવા કોરોના જેવી કપરી પરિસ્થિતિ સમય કામ કરી રહ્યું છે અને એકલા રહેતા વૃદ્ધો માટે એક પરિવારના સભ્યોના જેમ અંગત સ્તર પર કાળજી લઇ રહ્યા છે.આ સેલના પોલીસ અધિકારીઓ અને જવાનો રોજના 15 થી 20 વૃદ્ધોના ઘરે (જાય છે) પહોંચે છે અને તેમને સામાન્યથી લઈ અત્યંત જરૂરી ચીજ-વસ્તુઓ ની જરૂરિયાત પૂરી પાડે છે. તેમના સિનિયર સિટીઝન હેલ્પલાઇન નંબર 6359054577 પર ૭૦૦ જેટલા નોંધાયેલા વૃદ્ધો તથા વગર નોંધાયેલા એકલા રહેતા વૃદ્ધો પણ આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી પોતાની જરૂરિયાત તથા મુશ્કેલીઓનું સમાધાન મેળવે છે. દરેક વૃદ્ધ તેઓ મળે ત્યારે કોરોના થી જાગૃત રહેવા અને પોતાની સારસંભાળ લેવી તેની સૂચના આપે છે તથા તેમને માસ્ક તથા સનેતાઇઝર ની ઉપયોગીતા સમજાવે છે અને આપે છે. ડાયાબિટીસ તથા બીજા રોગોથી પીડિત વૃદ્ધો માટે રેગ્યુલર ચેક-અપ ની સુવિધાઓ ઘરે અગત્યની દવાઓ પહોંચાડવાનું કામ તો કરે જ છે પરંતુ તેની સાથે સાથે બીજી અગત્યની વસ્તુઓ જેમકે રાશન, ડાયાબિટીસ તથા બીજા રોગોના વૃદ્ધો માટે સુવિધા રેગ્યુલર ચેક-અપ ની સુવિધાઓ ઘરે અગત્યની દવાઓ પહોંચાડવાનું કામ તો કરે જ છે પરંતુ તેની સાથે સાથે બીજી અગત્યની વસ્તુઓ જેમકે રાશન, શાક, દૂધ જેવી વસ્તુઓનું પણ ઘરઆંગણે પ્રદાન કરે છે.

બીજા લોક ડોઉન વખતે જ્યારે વૃદ્ધો એ બેસો અને વાતો કરો તેવી માંગ કરવા માંડ્યા ત્યારે પોલીસ કર્મચારીઓ માટે ડ્યુટી સમયે તે શક્ય બનતુ તેમ ન હતું ત્યારે તેઓ માટે સાયકોથેરાપીસ્ટ જેવી સુવિધાઓ પણ આ પોલીસ કર્મચારીઓએ ઉપલબ્ધ કરી. જે વૃદ્ધો બહારથી ટિફિન પર આધારિત રહેતા તથા જે વૃદ્ધો ઝુપડપટ્ટીમાં રહેતા હોય તેવા વૃદ્ધો માટે 'પોલીસ કિચન' જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં પણ આવી જેથી તેમની જમવાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે. વડોદરાના પોલીસ નો મુખ્ય ઉદ્દેશ્ય આવા સમયે એકલા રહેતા વૃદ્ધો ને જાગૃત કરવાનો છે , તેમની જેટલું બની શકે તેટલું મદદરૂપ થવાનો છે તથા પરિવારના સભ્ય ની ખોટ ના સાલે તે માટે તેમના એક પરિવારના સભ્યોની જ ભૂમિકા નિભાવી રહ્યા છે.

Next Story