Connect Gujarat
Featured

પતંગના દોરાથી ગળું ન કપાય તે માટે બ્રિજ પર લગાવાયાં તાર, સેફટીગાર્ડ વિના બ્રિજ પર પ્રવેશ પર પાબંધી

પતંગના દોરાથી ગળું ન કપાય તે માટે બ્રિજ પર લગાવાયાં તાર, સેફટીગાર્ડ વિના બ્રિજ પર પ્રવેશ પર પાબંધી
X

આવતીકાલે ગુરૂવારના રોજ રાજયભરમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવશે. કોરોના વાયરસના કારણે પર્વની ઉજવણી પર ભલે આંશિક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યાં હોય પણ પતંગ રસિકોનો ઉત્સાહ બરકારર રહયો છે. કપાયેલી પતંગની દોરીથી વાહનચાલકો અને રાહદારીઓના ગળા ન કપાય જાય તે માટે વહીવટીતંત્ર તરફથી પણ તકેદારીના પગલાં ભરવામાં આવ્યાં છે.

આકાશી યુધ્ધના પર્વ ઉત્તરાયણ આડે ગણતરીના કલાકો બાકી રહયાં છે. આકાશમાં છવાય જવા માટે પતંગ રસિકોએ સંપુર્ણ તૈયારીઓ કરી દીધી છે. કોરોના વાયરસના સંક્રમણ ફેલાવાના ડરથી સરકારે ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન કેટલાક પ્રતિબંધો ફરમાવી દીધાં છે. પણ ઉત્તરાયણના પર્વનો લોકોને ક્રેઝ હોવાથી મોટા પ્રમાણમાં પતંગો ચગવાની છે. કપાયેલી પતંગની દોરીથી વાહનચાલકો તથા રાહદારીઓના ગળા કપાવાના બનાવો નોંધાવાનું શરુ થઇ ચુકયું છે. આવતીકાલે ઉત્તરાયણ દરમિયાન આવા બનાવો રોકવા માટે વહીવટીતંત્ર પણ સક્રિય બન્યું છે.

વાત કરવામાં આવે સુરતની તો.. સુરતમાં આવેલાં વિવિધ બ્રિજ પર બંને છેડા પર તાર મારવામાં આવ્યાં છે. સ્કુટર કે બાઇક કે મોપેડની આગળ સેફટીગાર્ડ મારેલું હશે તેવા વાહનચાલકોને જ ઓવરબ્રિજ પરથી પસાર થવાની મંજુરી આપવામાં આવી છે… હવે નજર કરીએ ભરૂચ શહેર ઉપર … ભરૂચ શહેરની મધ્યમાંથી ભુગૃઋુષિ ફલાયઓવર પસાર થાય છે. આ બ્રિજ પરથી રોજના સેંકડો વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે પતંગની દોરીથી વાહનચાલકોનું રક્ષણ થાય તે માટે એક છેડાથી બીજા છેડા સુધી લોખંડના તાર મારી દેવામાં આવ્યાં છે. અમદાવાદમાં પણ મનપાએ લોકોની સલામતી માટે પુરતાં પગલાં ભર્યા છે.

Next Story