દહેજ માટે પત્ની પર જુલમ કરવો કાયરતાની નિશાની : અસદુદ્દીન ઓવેસી

0

દહેજ માટે પત્ની પર જુલમ કરવોએ કાયરતાની નિશાની છે તેમ એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ જણાવ્યું છે. અમદાવાદની રહેવાસી આયશા મકરાણીના નિકાહ રાજસ્થાનના ભીલવાડાના આરીફખાન સાથે થયાં હતાં. આરીફખાનના અન્ય યુવતી સાથે સંબંધો હોવાથી તેણે મોજશોખ કરવા માટે આયશાના પરિવાર પાસે દહેજની માંગણી કરી હતી.

મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી આયશાના માતા-પિતાએ પેટે પાટા બાંધી દહેજ આપ્યું હતું પણ પતિને આયશાને કાઢી મુકતાં તે અમદાવાદ આવી ગઇ હતી. અમદાવાદ આવેલી આયશાએ સાબરમતી નદીમાં ઝંપલાવી મોતને વ્હાલુ કરી દીધું હતું. મરતાં પહેલાં આયશાએ બનાવેલા વિડીયોને સૌ કોઇને રડાવી દીધાં છે. આ ઘટનાના દેશ તથા વિદેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. આ મામલે એઆઇએમઆઇએમના અસદુદ્દીન ઓવેસીએ જણાવ્યું છે કે, કોઇ પણ ધર્મની દીકરીઓને દહેજના નામે હેરાન કરવામાં ન આવે આયશાને દહેજને લઇને માર મારવામાં આવ્યો તે ઘટના સર્વ સમાજ માટે દુખદ છે. દહેજ માટે પત્ની પર જુલમ ગુજારવો એ મર્દાનગી નથી. કોઇ પણ દીકરીએ ગભરાવું જોઇએ નહિ અને મકકમતાથી મુકાબલો કરવો જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here