Connect Gujarat
દુનિયા

અમેરિકા-ઈરાનમાં તણાવ વચ્ચે યુક્રેનનું બોઇંગ વિમાન તેહરાન નજીક થયું ક્રેશ, 180 મુસાફરો હતા સવાર

અમેરિકા-ઈરાનમાં તણાવ વચ્ચે યુક્રેનનું બોઇંગ વિમાન તેહરાન નજીક થયું ક્રેશ, 180 મુસાફરો હતા સવાર
X

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનના ખોમેની એરપોર્ટ નજીક એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન યુક્રેનનું હતું અને તેમાં 180 મુસાફરો હતા.

યુક્રેનના બોઇંગ

વિમાનમાં 180 મુસાફરો હતા સવાર

અમેરિકા અને ઈરાન

વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનની રાજધાની તેહરાનમાં ઇમામ ખોમેની

આંતરરાષ્ટ્રીય હવાઇમથક નજીક એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન યુક્રેનનું

હતું અને તેમાં 180 મુસાફરો હતા.

એવું કહેવામાં આવી

રહ્યું છે કે ફ્લાઇટ નંબર પીએસ 752 વિમાન જ્યારે

દુર્ઘટનાનું શિકાર બન્યું ત્યારે તે 7900 ફૂટની ઉંચાઇએ હતું.

ઇરાની સમાચાર એજન્સીએ

અહેવાલ આપ્યો છે કે તકનીકી ખામીના કારણે વિમાન ટેકઓફ પછી જ ક્રેશ થયું હતું.

અત્યારે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે સંપૂર્ણ માહિતી

મળી શકી નથી.

ઇરાનની સરકાર દ્વારા

સંચાલિત ન્યૂઝ એજન્સી આઈએસએનએ દ્વારા જણાવાયું છે કે, બોઇંગ 737 જેટ એક તકનીકી સમસ્યાને કારણે ટેક ઓફ કર્યાના તુરંત

બાદ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત

થઈ ગયું. યુક્રેન જતા આ વિમાનમાં

180 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. જો કે, દુર્ઘટનામાં

નુકશાન અને જાનહાનિની જાણકારી મળી શકી નથી.

Next Story