UP: કબીરદાસની 500મી જયંતી નિમિત્તે વડાપ્રધાન પહોંચ્યા મગહર

New Update
UP: કબીરદાસની 500મી જયંતી નિમિત્તે વડાપ્રધાન પહોંચ્યા મગહર

રૂપિયા 24 કરોડના ખર્ચે બનનારી સંત કબીર એકેડેમીનો શિલાન્યાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના સંત કબીરનગર ખાતે પહોંચ્યા છે. અહીં તેમણે સંત કબીરદાસની મજાર પર ચાદર ચડાવી હતી. કબીરદાસની 500મી જયંતી પર મગહરમાં સંત કબીર એકેડેમીનો શિલાન્યાસ કરવા માટે ખાસ પહોંચ્યા છે. રૂપિયા 24 કરોડના ખર્ચે બનનારી આ એકેડમીમાં પાર્ક અને પુસ્તકાલય ઉપરાંત કબીર પર સંશોધનની સંસ્થા પણ બનશે.

આ તબક્કે વડાપ્રધાને સભાને સંબોધતા જણાવ્યું હતું કે, સમાજવાદ અને બહુજનની વાત કરનારાઓની સત્તા માટે લાલચ તમે જોઈ શકો છો. દેશમાં કટોકટીના સમયને 43 વર્ષ પૂર્ણ થયાંનાં હજી બે દિવસ થયા થછે. ઈમરજન્સી લગાવનારા અને તે સમયે કટોકટીનો વિરોધ કરનારાઓ એકસાથે આવી ગયા છે. આ સમાજ નથી માત્ર પોતાનું અને પોતાના પરિવારનું હિત જોનારા લોકો છે. કેટલાંક પક્ષ માત્ર કલેશ અને રાજનીતિ જ ઈચ્છે છે. આ પક્ષ સમાજવાદ અને બહુજન વાદના નામે ઢોંગ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે મહાપુરુષોના નામે રાજનીતિ થઈ રહી છે એવાં લોકો જમીનથી અલગ થઈ ગયા છે.

Latest Stories