Connect Gujarat
દુનિયા

અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતાવણી, હુમલાનો “જીવલેણ” અને “ખતરનાક” જવાબ આપીશું

અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતાવણી, હુમલાનો “જીવલેણ” અને “ખતરનાક” જવાબ આપીશું
X

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે જો ઇરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા તેહરાન હુમલો કરશે તો અમે બદલો લઈશું.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ

ટ્રમ્પે તેહરાનને ખૂલી ધમકી આપી છે. ટ્રમ્પે

કહ્યું હતું કે જો ઇરાની સૈન્ય સેનાપતિ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા તેહરાન

હુમલો કરશે તો અમે બદલો લઈશું. આ સમય દરમિયાન ટ્રમ્પે કહ્યું કે જો ઇરાક તેની

સંસદમાં અમેરિકન સૈનિકો વિરુદ્ધ ઠરાવ પસાર કરશે, તો અમે ઇરાક ઉપર ખૂબ

કડક પ્રતિબંધો લાદીશું.

ડોનાલ્ડ ટ્રમ્પે

કહ્યું છે કે તેણે ઈરાનમાં 52 સ્થાનોને ચિહ્નિત કર્યા છે અને જો ઈરાન તેના કમાન્ડર

કાસિમ સુલેમાનીની મૃત્યુનો બદલો લેવાનો પ્રયાસ કરશે તો અમે તે સ્થળો પર ખૂબ જ ઝડપી અને ખૂબ જ જોખમી જવાબ

આપીશું. ટ્રમ્પે સુલેમાનીને મારવાનો આદેશ આપ્યો હતો.

ટ્રમ્પે શનિવારે ટ્વિટર પર કહ્યું, "આને એક ચેતવણી સમઝો કે જો ઇરાને કોઈ અમેરિકન વ્યક્તિ અથવા સંપત્તિ પર હુમલો કર્યો તો અમે ઈરાનના 52 ઠેકાણાને નિશાન બનાવ્યા છે, જેમાંથી કેટલાક ઇરાન માટે ખૂબ જ ઉચ્ચ સ્તરના અને મહત્વપૂર્ણ છે.અને ઈરાનની સંસ્કૃતિ, તે લક્ષ્યો અને ખુદ ઈરાન પર ખૂબ ઝડપી અને ખૂબ જીવલેણ હુમલો થશે."

https://twitter.com/realDonaldTrump/status/1213689342272659456?s=20

સમાચાર એજન્સી એફેના

અનુસાર રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમેરિકા વધારે ધમકીઓ નથી ઇચ્છતી. તેમણે કહ્યું કે 1979માં સંકટ સમયે

તહેરાનમાં અમેરિકના 52 રાજદ્વારીઓ અને નાગરિકોને બંધક

બનાવી લેવામાં આવ્યા હતા, ત્યારબાદ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક

સંબંધ ખૂબ નાજુક બન્યો હતો. ટ્રમ્પને લાગે છે કે "બગદાદમાં સુલેમાની અને ઇરાકી પોપ્યુલર મોબિલાઇઝેશન

ફોર્સના વાઇસ પ્રેસિડેન્ટ, અબુ માહદી અલ-મુહન્ડિસની હત્યા પછી ઈરાન અમેરિકાની વિશેષ સંપત્તિઓને નિશાન બનાવવાની વાત મોટેથી બોલી રહ્યુ છે."

Next Story