Connect Gujarat
ગુજરાત

વડોદરા : વુડાની 242મી બોર્ડ મિટીંગ મળી, છેલ્લા 7 વર્ષથી વુડાના મકાનોમાં રહેતા લોકોને N.O.C આપવામાં આવશે

વડોદરા : વુડાની 242મી બોર્ડ મિટીંગ મળી, છેલ્લા 7 વર્ષથી વુડાના મકાનોમાં રહેતા લોકોને N.O.C આપવામાં આવશે
X

વડોદરા શહેરી સત્તા મંડળ (વુડા)ની 242મી બોર્ડ મિટીંગ મળી હતી. બોર્ડ

મિટીંગમાં વડોદરા શહેર અને શહેરની આસપાસ આવેલા વુડાના મકાનોમાં સાત વર્ષથી રહેતા

લોકોને મકાન વેચવા એન.ઓ.સી. આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વુડાની

હદમાં આવેલા ગામોમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વુડાના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં

બોર્ડ મિટીંગ મળી

વુડાના ચેરમેન નલિન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર સેવા સદન અને વુડા

દ્વારા લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેની કામગીરી કરે છે. બોર્ડ મિટીંગમાં

પણ લોકોને સારી સુવિધા મળી રહે તે માટેની ચર્ચા-વિચારણા અને નિર્ણયો લેવામાં આવ્યા

હતા. જેમાં

ખાસ કરીને વુડાના મકાનોમાં જેઓ છેલ્લા સાત વર્ષથી રહે છે. તેઓને મકાન વેચવું હોય

અથવા તેઓને મકાન ટ્રાન્સફર કરવું હોય તેઓને એન.ઓ.સી. આપવામાં આવશે. અત્યાર સુધી

એન.ઓ.સી. આપવાની પ્રક્રિયા અટપટી હતી. જે પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. નોંધનીય

છે કે, વુડાનું

મકાન ખરીદનાર માલિક સાત વર્ષ સુધી મકાન વેચી ન શકે અથવા ટ્રાન્સફ કરી ન શકે તેવો

નિયમ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વુડામાં સમાવિષ્ઠ છ જેટલા ગામોમાં

સારી સાફ-સફાઇ થઇ શકે તેવા ગામોમાં 21 ઇ-રિક્સા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ જે ગામોમાં 36 જેટલી ઇ-રીક્સા આપવામાં આવી છે. તે ગામોમાં ઇ-રીક્સાનો કેવો

ઉપયોગ થઇ

રહ્યો છે. તેની પણ સમિક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત વુડાના ગામોમાં પાણી અને

ડ્રેનેજ અંગેની સુવિધાઓ પૂરી પાડવા સાથે દર પણ નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે

ટી.પી. અંગે પણ બોર્ડ મિટીંગમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

Next Story