Connect Gujarat
ગુજરાત

વડોદરા : કલેકટરનું જોવા મળ્યું “માતૃત્વ”, કામ પડતાં મુકી પહોંચ્યા રસીકરણ કેન્દ્ર પર, વાંચો અહેવાલ

વડોદરા : કલેકટરનું જોવા મળ્યું “માતૃત્વ”, કામ પડતાં મુકી પહોંચ્યા રસીકરણ કેન્દ્ર પર, વાંચો અહેવાલ
X

વડોદરા જિલ્લાના સમગ્ર વહીવટીતંત્રના વડા ગણાતા કલેકટર શાલીની અગ્રવાલે એવું કાર્ય કર્યું છે કે તેના પરથી દરેક માતાએ શીખ લેવી જ પડશે. ભારત દેશમાંથી પોલીયોની બિમારીને નાબુદ કરવા માટે સઘન રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. વડોદરાના કલેકટર શાલિની અગ્રવાલ આજે પોલીયો રવિવાર હોવાથી તેમના બંને સંતાનોને લઇને દિવાળીપુરાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉભા કરાયેલાં રસીકરણ બુથ ખાતે પહોંચી ગયાં હતાં. કામની વ્યસ્તતા અને સતત દોડધામ વચ્ચે પણ તેમનું માતૃત્વ નિરખી આવ્યું હતું. બંને સંતાનોને તેમણે પોલીયોની રસી પીવડાવી હતી. આ પ્રસંગે તેમણે દરેક માતાઓને સંદેશો આપતા જણાવ્યું હતું કે, બાળકોની આરોગ્ય રક્ષા માટે પોલિયો રવિવાર જેવા અવસરોને યાદ રાખી,તમામ અન્ય કામો પડતા મૂકી,બાળકોને રસી અપાવવાની કાળજી લેવી જોઈએ.

Next Story