Connect Gujarat
Featured

વડોદરા : જાહેરમાં ગરબાના આયોજન પર પ્રતિબંધ, જુઓ ગરબા રસિકોએ શું કર્યું આયોજન

વડોદરા : જાહેરમાં ગરબાના આયોજન પર પ્રતિબંધ, જુઓ ગરબા રસિકોએ શું કર્યું આયોજન
X

ગરબાએ ગુજરાતની આગવી ઓળખ છે ત્યારે આ વર્ષે કોરોના વાયરસના કહેરના કારણે જાહેર સ્થળોએ ગરબાના આયોજન પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પણ ગરબા રસિકોએ પોતાના ઘરોમાં જ માતાજીની સ્થાપના કરી ઘરમાં જ ગરબા રમવાનું આયોજન ઘડી કાઢયું છે……

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી મૂકનાર કોરોનાની મહામારી વચ્ચે જગત જનની મા શક્તિની આરાધના કરવાના મહાપર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. સરકાર દ્વારા કોરોનાની મહામારી પર અંકુશ મેળવવા માટે ગરબા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે વડોદરામાં અનેક શ્રદ્ધાળુઓનાં ઘરમાં માતાજીની સ્થાપના સાથે પરિવારના સભ્યો સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને પાંચ ગરબા રમવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરામાં ગરબા-ક્વીન તરીકે જાણીતાં મિતાલી શાહ દ્વારા માતાજીની સ્થાપના કરીને તેમની દીકરી સાથે પોતાના મકાનના હોલમાં સંગીતના સૂર સાથે ગરબા રમીને માતાજીની આરાધના કરવા સાથે પોતાનો ગરબા રમવાનો શોખ પૂરો કરવાનું આયોજન કરાયું છે. તેમણે પોતાના ઘરના હોલમાં ડેકોરેશન કરીને ગરબાના મેદાનમાં ફેરવી નાખ્યું છે. તેઓ પોતાના ઘરમાં જ માતાજીની સ્થાપના કરશે અને પોતાની દીકરી સાથે મ્યુઝિક સિસ્ટમના સથવારે પાંચ ગરબા રમીને પોતાનો ગરબા રમવાનો શોખ પૂરો કરવાનાં છે.

Next Story