Connect Gujarat
Featured

વડોદરા : ગેરકાયદેસર રીતે લોકોએ કેદ રાખ્યા હતા વન્યજીવો, GSPCA-વન વિભાગે દરોડા પાડી 100થી વધુ વન્યજીવોને મુક્ત કરાવ્યા

વડોદરા : ગેરકાયદેસર રીતે લોકોએ કેદ રાખ્યા હતા વન્યજીવો, GSPCA-વન વિભાગે દરોડા પાડી 100થી વધુ વન્યજીવોને મુક્ત કરાવ્યા
X

વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોએ પોતાના મકાન તેમજ રહેણાંકમાં વિવિધ પ્રજાતિના વન્યજીવોને કેદ રાખ્યા હોવાની GSPCA સંસ્થા અને સામાજિક વનીકરણ વિભાગને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે બન્ને સંસ્થાએ દરોડા પાડી ગેરકાયદેસર રીતે રખાયેલા 100થી વધુ વન્યજીવોને મુક્ત કરાવ્યા હતા.

વડોદરામાં લોકોએ પોતાના મકાન તેમજ રહેણાંક વિસ્તારમાં વિવિધ પ્રજાતિના વન્યજીવોને કેદ રાખ્યા હતા. જેની પશુપ્રેમી એવી GSPCA સંસ્થા અને સામાજિક વનીકરણ વિભાગને બાતમી મળી હતી. જોકે છેલ્લા એક મહિનાથી શહેરના અલગ અલગ વિસ્તારના મકાન અને રહેણાંકોમાં ગેર કાયદેસર ગોંધી રાખવામાં આવેલા 100થી વધુ વન્યજીવોને મુક્ત કરાવ્યા હતા. જોકે GSPCAના રાજ ભાવસારની સૂચના મુજબ સ્વયં સેવકો સહિત સામાજિક વનીકરણ વિભાગ અને વડોદરા વાઈલ્ડ લાઈફ સર્કલનો ટાસ્ફ સાથે રાખી શહેરના અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પોપટ, કાચબા અને માકડા સહિતના વન્યજીવોને મુક્ત કરાવાયા હતા. તો સાથે જ વન્યજીવોને ગેર કાયદેસર ગોંધી રાખવામાં આવેલા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story