વડોદરા: ઓક્સિજનની વર્તાઈ રહેલી અછતને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા નવલખી કંમ્પાઉન્ડમાં ફિલિંગ સ્ટેશન શરૂ કરાયું

New Update
વડોદરા: ઓક્સિજનની વર્તાઈ રહેલી અછતને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા નવલખી કંમ્પાઉન્ડમાં ફિલિંગ સ્ટેશન શરૂ કરાયું

કોરોનાની સારવાર હેઠળ ઓક્સિજન પર રહેલા દર્દીઓને સમયસર ઓક્સિજન મળી રહે તે હેતુસર વડોદરા વહીવટી તંત્ર દ્વારા નવલખી કંમ્પાઉન્ડમાં ફિલિંગ સ્ટેશન ઉભુ કરાયું છે જેને પગલે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને સમયસર ઓક્સિજનનો જથ્થો મળી રહેશે.


વડોદરા શહેરમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે અને ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે, ત્યારે ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઓક્સિજનનો જથ્થો વડોદરા બહારથી લાવવામાં આવતો હોય છે જેને લઇ સમયનો વેડફાટ થતો હોય છે અને દર્દીઓના જીવ પર જોખમ તોળાતું હોય છે, જે બાબતને ધ્યાનમાં રાખી સમયનો બચાવ તેમજ સમયસર મળી રહે તે હેતુસર વડોદરા વહીવટીતંત્ર દ્વારા નવલખી કંમ્પાઉન્ડમાં ફિલિંગ સ્ટેશન શરૂ કરાયું છે. ફિલિંગ સ્ટેશનનું ઉદઘાટન રવિવારે સાંજે થનાર છે. પરંતુ ઓક્સિજનની વધતી માંગને ધ્યાનમાં રાખી ઉદ્ઘાટન પૂર્વેજ ઓક્સિજનનું સપ્લાય નવલખી ફિલિંગ સ્ટેશન થી શરૂ કરાયું છે.