વડોદરામાં સાયકલ રિપેરિંગનું કામ કરતા મુસ્લિમ યુવાને બનાવ્યા અનોખા ગણેશ

New Update
વડોદરામાં સાયકલ રિપેરિંગનું કામ કરતા મુસ્લિમ યુવાને બનાવ્યા અનોખા ગણેશ

૪ ચોપડી ભણેલા હુસેન ખાને પોતાની આવડતથી બનાવી શ્રીજીની બનાવી સુંદર મુરત

વ્યક્તિને મળેલી કુદરતી બક્ષિસ એટલે તેની અંદર રહેલી કલા. અને એ કલાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એ બને છે ઉત્તમ કૃતિ. ૪ ચોપડી ભણેલા હુસેન ખાને પોતાની આવડતથી બનાવી શ્રીજીની બનાવી સુંદર મુરત.

સાયકલ રીપેરીંગની નાનકડી દુકાનમાં કામ કરતો આ છે હુસેન ખાન પઠાણ દુકાન ભલે નાની હોય પણ એની ભાવના ખૂબ મોટી છે. દિવાસળીની સળીમાંથી આ હુસેને બનાવી છે. ડુંડાળાદેવની અદભુત પ્રતિમા. એક મુસ્લિમ પોતાની પાસે રૂપિયાના હોવા છતાં બાર હજાર દીવાસળી અને બીજો સમાન લાવી ચાર મહિનાના અથાગ પરિશ્રમના પરિણામે બનેલા દેવ વડોદરાના હુસૈન માટે કોમી એખલાશની ભાવનાનું પરિણામ છે.

ઘરની આર્થિક સ્થિતિ ની પરવાહ કર્યા વિના પોતાના પુત્રની લાગણીને માન આપી પરિવાર પણ જોતરાયો પુત્રના સમણા સાકાર કરવામાં. મૂર્તિ બનાવવામાં ક્યારેક સમય વેડફાતો તો ક્યારેક મૂડી. રૂપિયા ભલે નહોતા પણ દીકરાની લાગણી અને આસ્થા પરિવારને અનોખી હિમ્મત આપવા પૂરતા હતા.

કલા કોઈ ધર્મ કે જાતિની મ્હોંતાજ નથી નહીંતર નહીંતર હુસૈનના હાથે હજાર હાથ વાળાનું નિર્માણ શક્ય નથી.

Latest Stories