/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/maxresdefault-13.jpg)
સદનશીબે અકસ્માતનાં આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી
વડોદરા જિલ્લાનાં પાદરા તાલુકામાંથી જંબુસર તરફ આવતા માર્ગ ઉપર એક મુસાફરો ભરેલી રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. પાદરા-જંબુસર રોડ પર બિસ્કીટના ગોડાઉનમાં લગાવેલા CCTVમાં કેદ થયેલી અકસ્માતની ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો
પાદરા-જંબુસર રોડ ઉપરથી મુસાફરો ભરીને જઈ રહેલી રિક્ષાનાં ચાલકે અચાનક કાબુ ગમાવતાં રિક્ષા રસ્તા વચ્ચેજ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં કેદ થયેલા આ ફૂટેજમાં જોતાં પુરઝડપે આવી રહેલી રીક્ષા પલટી ખાઈ ગયા બાદ તેમાંથી એક ટાયર નીકળીને દુર જતું દેખાય છે. જેથી રિક્ષાનું પાછલું વ્હિલ નીકળી જતાં રિક્ષા પલ્ટી મારી ગઈ હોય તેવું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. જોકે રિક્ષાએ માત્ર એકજ પલટી મારતાં તેમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
આ ઘટના બે દિવસ પૂર્વે જ બની હવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. રિક્ષા જ્યારે પલટી ખાધી ત્યારે રિક્ષાની આગળ-પાછળ એક પણ વાહન પસાર થતું ન હતું. જેથી રિક્ષાચાલક અને રિક્ષામાં સવાર એક મહિલા અને એક બાળકીનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના સમયે જો રિક્ષાની આગળ-પાછળ કોઇ વાહન પસાર થતું હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોતા.