Connect Gujarat
ગુજરાત

વડોદરા : ગોત્રી મેડિકલ હોસ્પિટલના હેલ્થ વર્કરો માટે એમ.જી.મોટર દ્વારા પી.પી.ઇ. કીટ અને માસ્કની વ્યવસ્થા કરાઈ

વડોદરા : ગોત્રી મેડિકલ હોસ્પિટલના હેલ્થ વર્કરો માટે એમ.જી.મોટર દ્વારા પી.પી.ઇ. કીટ અને માસ્કની વ્યવસ્થા કરાઈ
X

વિશ્વમાં ખ્યાતિ

ધરાવતી એમ.જી. મોટર કે જે વડોદરા મેરેથોનની ટાઇટલ સ્પોન્સર છે, અને સામાજિક કાર્યમાં હંમેશા અગ્રેસર રહી

પોતાની સેવા આપે છે,

ત્યારે એમ.જી.

મોટર દ્વારા ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે ફ્રન્ટલાઈનમાં કામ કરતા તબીબો તથા

હેલ્થવર્કરો માટે 500

પી.પી.ઇ. કીટ

તથા 500

N95 માસ્ક આપવામાં

આવ્યા હતા.

વડોદરાની એમ.જી.

મોટર દ્વારા પણ ફ્રન્ટલાઈનમાં જીવના જોખમે કામ કરતા તબીબો અને નર્સિંગ સ્ટાફની

સુરક્ષા માટે જરૂરી સંસાધનોની મદદ કરવામાં આવી રહી છે. એમ.જી. મોટર દ્વારા ગોત્રી

મેડિકલ હોસ્પિટલ ખાતે 500

પી.પૂ.ઇ. કીટ

અને 500

N95 માસ્ક હેલ્થ

વર્કરો માટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે 250 પી.પી.ઇ. કીટ અને 250 માસ્ક ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે આપવામાં

આવ્યા હતા. જ્યારે બાકી અન્ય પી.પી.ઇ. કીટ તથા માસ્ક આગામી 23મી એપ્રિલના રોજ આપવામાં આવશે. આ પ્રસંગે

એમ.જી. મોટરના હોદ્દેદારોના હસ્તે પી.પી.ઇ. કીટ તથા માસ્ક સુપ્રત કરવામાં આવ્યા

હતા. એમ.જી. મોટર દ્વારા હાલોલ સહિત આસપાસ પણ કોરોના મહામારી સામે લડવા લોકોને ખૂબ

મદદ કરવામાં આવી રહી છે. ઉપરાંત કોરોના વાયરસની આફત સમયે આ લોકડાઉનના સમયે

જરૂરિયાતમંદ અને રોજીંદુ કમાઈને ખાનારા વર્ગ અને સફાઈકર્મીઓ માટે ભોજન અને અનાજની

કીટની પણ સહાય કરવામાં આવી રહી છે.

Next Story