Connect Gujarat
ગુજરાત

વડોદરા : મંગળ બજારના લારી-ગલ્લાઓ માટે “અમંગળ” ઘટના, મનપાએ દૂર કર્યા દબાણો

વડોદરા : મંગળ બજારના લારી-ગલ્લાઓ માટે “અમંગળ” ઘટના, મનપાએ દૂર કર્યા દબાણો
X

વડોદરા મહાનગર સેવા સદન અને પોલીસ તંત્રની રહેમનજર

હેઠળ ધમધમતા મંગળ બજારમાંની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આજ રોજ ત્રાટકી

હતી. અને મંગળ બજારમાં ગેરકાયદેસશર બાંધકામો

દુર કર્યા હતા. પાંચ ટ્રક ભરી લારીઓમાંનો સર સામાન કબજે કર્યો હતો. આ ઉપરાંત

દુકાનોની બહાર અયોગ્ય રીતે બાંધવામાં આવેલ વધારાના બાંધકામો દૂર કર્યા હતા.

મંગળબજારના દબાણો દૂર કરી રસ્તો રાહદારીઓ અને

વાહનો માટે ખુલ્લો કર્યો હતો.

વડોદરા મહાનગરની દબાણ શાખા દ્વારા પુનઃ એકવાર

મંગળ બજારમાંથી દબાણો દૂર કરવાનું કાર્ય શરૂ કર્યું. દબાણ શાખાની ટીમ પોલીસ

બંદોબસ્ત સાથે ત્રાટકતા મંગળબજારમાં પથારા અને લારી-ગલ્લાવાળાએ પોતાનો સર સામાન

જપ્ત થતાં બચાવવા માટે દોડધામ કરી મુકી હતી. દબાણ શાખાએ મંગળબજારના રોડા ઉપરથી અને

દુકાનો દ્વારા દુકાનોની બહાર ગ્રાહકોને આકર્ષવા માટે લગાવેલા સામાન કબજે કર્યો

હતો. દબાણ શાખાની ટીમે 5 ટ્રક ભરીને સામાન કબજે કર્યો હતો. આ

ઉપરાંત મંગળવાર બજારમાં પાંચ જેટલી દુકાનની આગળ ગેરકાયદેસર બાંધકામ સહિતના દબાણો

ઉપર જેસીબી ફેરવી દીધું હતું.

Next Story