/connect-gujarat/media/post_banners/a80f9ad28412656ef54f35136bf4e5b8aab34d2b532e4a57ddc534a868ec1c4e.jpg)
ડભોઇ નગર અને તાલુકામાં છેલ્લા કેટલાંક સમયથી ચોરીના બનાવોમાં વધારો થયો છે.ત્યારે ભાજપના ધારાસભ્યના કાર્યાલયમાં તાળાં તૂટતાં સ્થાનિકોમા સુરક્ષા અંગે કેટલાક સવાલો ઊભા થયા છે .
બેફામ બનેલા તસ્કરોએ મોડી રાત્રે ડભોઇના ભાજપાના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ના ક્રિષ્ણા સિનેમા ગૃહની સામે આયુષ સોસાયટીમાં આવેલા જન સંપર્ક કાર્યલાય ના તાળાં તોડી ચોરીનો પ્રયાસ કરતા તાલુકામાં ચકચાર મચી ગઇ હતી. તસ્કરોએ જન સંપર્ક કાર્યલાય સહિત ડભોઇ નગરના બે મકાનોને નિશાન બનાવ્યા હતા. બનાવની જાણ થતાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે, તસ્કરોએ ઉત્પાત મચાવી નાખ્યો છે. આ અંગેની રજૂઆત રાજ્યના ગૃહમંત્રીને કરવામાં આવશે.
ડભોઇના ભાજપાના ધારાસભ્યના કાર્યાલય સહિત મકાનોમાં ચોરી કરવા નીકળેલી ટોળકી ઇકો કાર લઇને નીકળી હતી, જેમાં પોલીસ તંત્ર દ્વારા ક્રિષ્ણા સિનેમા ગૃહની બહાર લગાવવામાં આવેલા સીસીટીવીની તપાસ કરી હતી પરંતુ, ડભોઇ પોલીસ તંત્રના નાઇટ પેટ્રોલિંગ ઉપર સવાલો ઉભા થયા છે. આ બનાવ બનતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, જો ધારાસભ્યનું કાર્યાલય પણ તસ્કરોથી સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાની શુ વિસાત?