વડોદરા : નિઝામપુરામાં નશામાં ધુત કૉન્સ્ટેબલે 3 વાહનને અડફેટે લીધા, 3ને ઈજા

નિઝામપુરા મહેસાણા નગર સર્કલ પાસે નશામાં ધૂત વડોદરા ગ્રામ્યના હૅડ કોન્સ્ટેબલે બે એક્ટિવા અને રિક્ષા ચાલકને અડફેટે લીધા હતા.

New Update
વડોદરા : નિઝામપુરામાં નશામાં ધુત કૉન્સ્ટેબલે 3 વાહનને અડફેટે લીધા, 3ને ઈજા

વડોદરાના નિઝામપુરા મહેસાણા નગર સર્કલ પાસે નશામાં ધૂત વડોદરા ગ્રામ્યના હૅડ કોન્સ્ટેબલે બે એક્ટિવા અને રિક્ષા ચાલકને અડફેટે લીધા હતા. બનાવને પગલે દોડી આવેલા લોકોએ પોલીસ કર્મચારીને ઝડપી પોલીસના હવાલે કર્યો....

વડોદરા શહેરના નિઝામપુરા મહેસાણાનગર પાસે નશામાં ધૂત વડોદરા ગ્રામ્યના પોલીસ કર્મચારીએ બે એક્ટિવા અને રીક્ષાને અડફેટે લીધા બાદ ડિવાઈડર સાથે અકસ્માત કરી દારૂબંધીના લીરેલીરા ઉડાડ્યા હતા લોકોએ નશેબાજ પોલીસ કર્મચારીને ઝડપી પાડી ફતેગંજ પોલીસના હવાલે કર્યો હતો. જેને લઈ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.અકસ્માતમાં માતા -પુત્રને વધુ ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે રીક્ષા ચાલકને નજીવી ઈજા થઈ હતી. જાતે કાયદાના રખેવાળે જ દારૂ પીને શર્મશાર કરતાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં ફતેગંજ પોલીસ મથકે ઉમટી પડયા હતા.