Connect Gujarat
વડોદરા 

વડોદરામાં સમતા વિસ્તારમાં શ્વાને બાળકીનું માથું ફાડી નાખ્યું, જાણો પછી શું થયુ..?

સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોરના ટેનામેન્ટમાં ઘરમાં ઊંઘતી માત્ર પાંચ મહિનાની બાળકી પર શ્વાને હિંસક હુમલો કરી બાળકીનું માથું ફાડી નાખ્યું.

X

વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોરના ટેનામેન્ટમાં ઘરમાં ઊંઘતી માત્ર પાંચ મહિનાની બાળકી પર શ્વાને હિંસક હુમલો કરી બાળકીનું માથું ફાડી નાખ્યું.

વડોદરા શહેરમાં સમતા વિસ્તારમાં રખડતા શ્વાને બાળકી પર એવો હુમલો કર્યો કે કંપારી છૂટી જાય. સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરના ટેનામેન્ટમાં ઘરમાં ઊંઘતી માત્ર પાંચ મહિનાની બાળકી પર શ્વાને હિંસક હુમલો કર્યો હતો. શ્વાને બાળકીનું માથું ફાડી નાખ્યું હતું અને તેનું લોહી ચાટી રહ્યું હતું. જોકે માતાની નજર પડતાં ભારે જહેમત બાદ તે પોતાની વહાલસોયી બાળકીને બચાવી હતી. બાળકીને ગંભીર હાલતમાં ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેના માથામાં 15 જેટલા ટાંકા આવ્યા છે. હાલ બાળકીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. વડોદરા શહેર જિલ્લામાં શેરી શ્વાનો લોકો માટે જોખમરૂપ બની રહ્યા છે.

Next Story