વડોદરા: યુનાઇટેડ વે ઓફ બરોડાના ગ્રાઉન્ડમાં કાદવ કીચડમાં ગરબે ઘૂમ્યા ખૈલૈયા

વડોદરાના સૌથી મોટા ગણાતા ગરબા આયોજન યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા ખેલૈયાઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

New Update

વડોદરાના યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં કાદવનું સામ્રાજ્ય 

કાદવ ખેડીને ગરબા ગ્રાઉન્ડ સુધી પહોંચતા ખેલૈયા 

ખેલૈયાઓ ઉત્સાહ સાથે કાદવમાં ગરબે ઘૂમ્યા 

ટ્રેડિશનલ પોશાક થયા કાદવ કીચડ થી લથપથ 

ગરબા રમવાનો આનંદ તો ખેલૈયાઓમાં રોષ પણ મળ્યો જોવા 

વડોદરાના સૌથી મોટા ગણાતા ગરબા આયોજન યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા ખેલૈયાઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં પહેલા નોરતે મોટી સંખ્યામાં ખેલૈયા ગરબે ઘૂમ્યા હતા.જોકે આ વર્ષે વડોદરામાં વરસેલા ભારે વરસાદના કારણે યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં ખૂબ જ કાદવ અને કીચડ થઈ ગયુ હતું.જેથી ખેલૈયાઓને ખૂબ મુશ્કેલી પડી હતી. ખેલૈયાઓના મોંઘાદાટ પોશાક કાદવમાં ખરાબ થઈ ગયા હતા. આમ છતાં ખેલૈયાઓ કાદવ કીચડ વચ્ચે ખેલૈયા ગરબે રમતા જોવા મળ્યા હતા અને સાથે સાથે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો.ખેલૈયાઓને કાદવમાંથી પસાર થઈને ગ્રાઉન્ડમાં પહોંચવું પડ્યું હતું. જેને લઈને ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો. 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.