Connect Gujarat
વડોદરા 

પંચમહાલ: અવિરત વરસતા વરસાદ વચ્ચે પોલીસે પાવાગઢ ખાતે ટ્રાફિક વ્યવસ્થાપન કર્યું

પોલીસે વરસાદમાં ભીંજાઈ મુશ્કેલીઓનો સામનો કરીને પણ પાવાગઢ ખાતે ટ્રાફિક વ્યવસ્થાપન કર્યુ, વડા તળાવ પાસે પંચમહોત્સવ સ્થળે ખાનગી વાહનોનો કાફલો ખડકાયો

પંચમહાલ: અવિરત વરસતા વરસાદ વચ્ચે પોલીસે પાવાગઢ ખાતે ટ્રાફિક વ્યવસ્થાપન કર્યું
X

યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે રવિવારની સાથે વરસાદી ખુશનુમા માહૌલમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વડા તળાવ પાસે પંચમહોત્સવ સ્થળે ખાનગી વાહનોનો કાફલો ખડકાયો ત્યારે બીજી બાજુ વરસતા વરસાદ વચ્ચે પોલીસે ટ્રાફિક વ્યવસ્થા ન બગાડે તે માટે વરસદમાં ભીંજાઈ મુશ્કેલીઓનો સામનો કરીને પણ પાવાગઢ ખાતે ટ્રાફિક વ્યવસ્થાપન કર્યુ.

પાવાગઢ ખાતે ભક્તોના ઘસારાને પહોંચી વળવા માટે જિલ્લા સમાહર્તા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અન્વયે પાવાગઢ ખાતે ખાનગી વાહનો પર પ્રવેશબંધીનું ફરમાન કરવામાં આવ્યુ હતું. તેમજ આ ખાનગી વાહનો માટે વડા તળાવ નજીક પંચમહોત્સવ સ્થળે પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ખાનગી વાહનોના પાર્કિંગ સ્થળે વાહનોનો મસમોટો કાફલો જોવા મળ્યો હતો. એક સમયે પ્રવાસીઓની સંખ્યા એટલી વધી ગઈ હતી કે ટ્રાફિક માટે અવ્યવસ્થા સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. પાવાગઢ સહિત હાલોલ તાલુકા પોલીસે ચાલુ વરસાદમાં પણ ટ્રાફિક વ્યવસ્થાપનની કામગીરી ભારે ખંતપૂર્વક સંભાળી હતી.વરસાદી વિઘ્ન વચ્ચે પણ પોલીસની આયોજનબદ્ધ કામગીરીને પગલે ભક્તોના અભૂતપૂર્વ ઘસારાને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્રને પણ સફળતા મળી હતી. જો કે વરસતા વરસાદમાં પણ ટ્રાફિક નિયમનની પોલીસ તંત્રની કામગીરી બિરદાવવાને લાયક હતી.

Next Story