Connect Gujarat
વડોદરા 

PM મોદી લાંબા સમય બાદ વડોદરાની મુલાકાતે, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઇ

એરપોર્ટ થી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી રોડ સો અને ત્યારબાદ સભા સંબોધિત કરવાના હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

X

આગામી 18મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં વડોદરા મુકામે આવી રહ્યા છે ત્યારે અનેક યોજનાઓનો લાભાર્થીઓ લાભ લેશે જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આગામી 18મી જૂને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી લાંબા સમય બાદ વડોદરા મુલાકાતે આવી રહ્યા છે.

આ દરમિયાન તેઓ એરપોર્ટ થી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી રોડ સો અને ત્યારબાદ સભા સંબોધિત કરવાના હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. દરમિયાન આજરોજ અધિકારીઓ, પદાધિકારીઓ ,ભાજપ પક્ષના આગેવાનો, પોલીસ પ્રશાસનએ આયોજન સંદર્ભે સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

પૂર્વ મેયર ભરત ડાંગરે જણાવ્યું હતું કે, યોગ્ય પ્રચાર-પ્રસાર થાય તે માટે જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સાથે સમાજના આગેવાનોને તેમની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી માટે લોકોને અનોખો પ્રેમ છે. સાંસદ રંજન ભટ્ટે જણાવ્યું હતું કે, પાંચ લાખથી વધુ લોકો રોડ શો તથા સભા દરમિયાન ઉપસ્થિત રહેશે. અને પ્રધાનમંત્રી મોદીના ભવ્ય સ્વાગત સાથે આશીર્વાદ પણ આપશે. આ પ્રસંગે લોકોને પૂરતી વ્યવસ્થા મળી રહે તેની તૈયારીઓ ચાલી રહી છે.

વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન, પોલીસ પ્રશાસન અને કલેક્ટર સહિતના વિભાગો સાથે આયોજન સંદર્ભે સંકલન સાધી નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અધિકારીઓ પદાધિકારીઓ જોતરાયા છે. 14 હજાર બહેનોને આયુષ્યમાન કાર્ડનો લાભ પણ આપ્યો છે. મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, આયોજનમાં યોગ્ય વ્યવસ્થાના ભાગરૂપે નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. ગંગાસ્વરૂપ બહેનોને 20 હજારથી વધુ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ આપવાનો લક્ષ્યાંક છે.

Next Story